Charotar Sandesh
ગુજરાત ચરોતર

દશેરા નિમિત્તે રાજ્યભરમાં ઠેર-ઠેર શસ્ત્રપૂજન, તો ક્યાંક હેલ્મેટની પૂજા કરાઈ…

વડોદરાનાં લક્ષ્મીવિલાસ પેલેસમાં મહારાજાએ શસ્ત્ર પૂજા કરી…

વડોદરા : વડોદરામાં દશેરા નિમિત્તે લક્ષ્મી વિલાસ પેલેસમાં મહારાજા સમરજીતસિંહ ગાયકવાડે શસ્ત્રપૂજા કરી હતી. પેલેસના ગાદી હોલમાં રાજપુરોહિતએ મહારાજા સમરજીતસિંહ અને મહારાણી રાધિકારાજે ગાયકવાડને પરિવાર સાથે શસ્ત્રપૂજા કરાવી હતી. બોટાદમાં વિજયા દશમી નિમિતે ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજન યોજાયું હતું. ત્યારે આ વખતે આર.ટી.ઓના નવા નિયમોને લઈને લોકોમાં હેલ્મેટ પહેરવા માટે જાગૃતતા આવે તે માટે હેલ્મેટ પૂજન પણ કરવામાં આવ્યું હતું. હેલ્મેટ એ પણ લોકોની રક્ષા કરતું હોય તેનું પણ પૂજન કરવામાં આવ્યું હતું. શસ્ત્ર પૂજનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
દશેરા નિમિત્તે વડોદરા પોલીસ દ્વારા પ્રતાપનગર પોલીસ હેડકવાટર્સ ખાતે શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી. જેમાં વડોદરા પોલીસ કમિશનર અનુપનસિંહ ગહલૌતે શસ્ત્ર અને અશ્વ પૂજા કરી હતી. પોલીસ હેડકવાટર્સ ખાતે પોલીસ બેન્ડે સૂરાવલી સાથે પોલીસ કમિશનરનું સ્વાગત કર્યું હતું. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત તેમના પરિવાર સાથે શસ્ત્ર પૂજામાં બેઠા હતા. મહારાજે સૌપ્રથમ ગણેશજીની પૂજા અર્ચના કરાવી અને ત્યારબાદ શસ્ત્ર પૂજાની શરૂઆત કરાવી હતી. શસ્ત્ર પૂજામાં પોલીસના તમામ ડીસીપી, એસીપી અને પ્રતાપ નગર હેડકવાર્ટસના પોલીસ જવાનો જોડાયા હતા. સાથે જ પોલીસ કમિશનરે તમામ પોલીસ સ્ટેશનમાં પીઆઈઓને પણ શસ્ત્ર પૂજા કરવા અપીલ કરી છે. પોલીસ કમિશનરે પોતાના હાથેથી અશ્વને ગોળ ચણા ખવડાવ્યા હતા.

Related posts

આણંદ : બોરીઆવી ગામેથી ગૌવંશ માંસ સાથે સાત શખ્સોની ધરપકડ કરતી રૂરલ પોલીસ…

Charotar Sandesh

કોરોનાને કારણે કરફયુ વચ્ચે અમદાવાદમાં ૨૨ તારીખે ૧૬૦૦ લગ્ન : ઇવેન્ટ મેનેજરો અકળાયા…

Charotar Sandesh

સ્વાતંત્ર્ય પર્વે નાપાડ તળપદમાં ગ્રામ પંચાયત કચેરીએ ઘ્વજવંદન કાર્યક્રમ યોજાયો…

Charotar Sandesh