Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત

દારૂની પરમિટ રિન્યૂ કરવા 10 હજારની લાંચ લેતા સિવિલ સર્જન એસીબીની ટ્રેપમાં સપડાયા

  • લાંચનું છટકું ગોઠવીને ડો. અનિલને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા…

નવસારી,

સિવિલ સર્જન 10 હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીની ટ્રેપમાં ફસાયા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત મુજબ નવસારીમાં ડો. અનિલ ટી. કોડનાની એમ.જી. જનરલ હોસ્પિટલમાં ચીફ ડીસ્ટ્રીક મેડિકલ ઓફિસર અને સિવિલ સર્જન તરીકે ફરજ બજાવે છે. ફરિયાદ લીકર હેલ્થ પરમીટ ધરાવતા હોવાથી તેને રીન્યુ કરવા માટે સિવિલ સર્જનનો અભિપ્રાય જરૂરી હોય છે. જેના પગલે સિવિલ સર્જને અભિપ્રાય આપવા માટે રૂ. 10,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આ અંગે એસીબીનો સંપર્ક કરતા એ.સી.બી.એ નવસારી હોસ્પિટલમાં લાંચનું છટકું ગોઠવીને ડો. અનિલને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા.

Related posts

દેશની બીજી અને ગુજરાતની પહેલી આ કંપની મોટી સફળતા તરફ, વેક્સિન માટે શરૂ કર્યું હ્યુમન ટ્રાયલ

Charotar Sandesh

સુરતમાં કોરોનાના વધુ ત્રણ કેસ સાથે કુલ દર્દીઓની સંખ્યા ૨૮ થઇ…

Charotar Sandesh

રાજ્યમાં વધુ ૧૦ કેસો પોઝિટિવ આવતા કુલ કેસોની સંખ્યા ૧૦૫ : અમદાવાદ ત્રીજા સ્ટેજમાં પહોંચ્યુ…

Charotar Sandesh