Charotar Sandesh
ઈન્ડિયા

પહેલીવાર ઈન્ડિયન આર્મીએ શોધ્યા હિમ માનવના નિશાન, જુઓ આ 4 તસવીરો

પહેલીવાર ઈન્ડિયન આર્મીએ હિમ માનવના રહસ્યમય નિશાન શોધવાનો દાવો કર્યો છે. ઈન્ડિયન આર્મીના આધિકારીક ટ્વિટર અકાઉન્ટ પરથી આ વાતની જાણકારી આપવામાં આવી છે. સાથે જ હિમ માનવના નિશાન સાથે સંકલાયેલા ફોટા પણ શેર કરવામાં આવ્યા છે.

સોશિયલ મીડિયા પર હિમ માનવના નિશાનના આ ફોટા ખૂબ જ શેર કરવામાં આવી રહ્યા છે. ફોટાને ટ્વિટર પર હજારોવાર રિટ્વિટ કરવામાં આવી રહ્યા છે.

ભારતીય સેનાની માઉન્ટેયરિંગ એક્સપેડિશન ટીમે યતિના નિશાન શોધવાનો દાવો કર્યો છે. તે મકાલૂ બેઝ કેમ્પની પાસે દેખાયા હતા.

બરફ પર ભારતીય સેનાની ટીમને 32*15 ઈંચના નિશાન મળ્યા છે. આ ઘટના 9 એપ્રિલ, 2019ની છે, પરંતુ તેને 20 દિવસ બાદ શેર કરવામાં આવ્યા છે.

Related posts

ચીનની વધુ એક અવળચંડાઇ : બ્રહ્મપુત્ર નદી પર વિશાળ બંધ બનાવશે…

Charotar Sandesh

દુનિયાની સૌથી વધુ શક્તિશાળી સેનાઓમાં ભારત ચોથા નંબરે, પાક. ટોપ-૧૦માં નહીં…

Charotar Sandesh

‘હિતોનાં ટકરાવ’ મામલે તેંદુલકર-લક્ષ્મણ લોકપાલ સમક્ષ ૧૪ મેએ રજૂ થશે

Charotar Sandesh