સંસ્થાના સ્ટાફ તરફથી પૂરગ્રસ્ત લગભગ ૩૫ જેટલા બાળકો, સ્રી-પુરુષોને આશ્રય…
વડોદરા : શહેરમાં આવેલ પુરથી શહેરના કારેલીબાગ ના ભૂતડીઝાંપા વિસ્તારની રામાપીર ચાલીના ઘરોમાં પાણી ભરાઈ જવાથી પરિસ્થિતિ વણસતી જતી હતી.આવી પરિસ્થિતિમાં કારેલીબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જાડેજા એ તે વિસ્તારમાં આવેલ બાળગોકુલમ ચિલ્ડ્રન હોમ નો સંપર્ક કર્યો. જેથી સંસ્થાના અધિક્ષક હાર્દિકભાઈ તથા સંસ્થાના સ્ટાફ તરફથી પૂરગ્રસ્ત લગભગ ૩૫ જેટલા બાળકો, સ્રી-પુરુષોને આશ્રય આપવામાં આવીયો હતો.
સંસ્થા તરફથી પૂરગ્રસ્તો માટે બે દિવસ સુધી રહેવાની તેમજ જમવાની, ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ કલેકટર ઑફિસથી મોકલેલ ફૂડપેકેટ નું પણ વિતરણ કરવામાં આવીયું હતું.તેમજ જરૂરિયાતમંદોને મેડીકલ સહાય પણ આપવામાં આવી હતી.