થોડાક દિવસ પહેલા વરુણ ધવને એક મહત્વની ઘોષણા કરી હતી. તેણે એક તસવીર શેર કરીને જણાવ્યું હતું કે કુલી નંબર ૧ની ટીમે નિર્ણય કર્યો છે કે તે સેટ પર પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરે. તેણે જણાવ્યું હતું કે સેટ પર પ્લાસ્ટિકની બોટલ હટાવીને દરેક લોકોને સ્ટીલની બોટલ આપવામાં આવી છે. ટીમના નિર્ણયએ વડાપ્રધાનનું પણ ધ્યાન ખેંચ્યું અને તેણે કુલી નંબર ૧ની ટીમના વખાણ કર્યા છે.
વરુણ ધવને એક તસવીર શેર કરી હતી અને લખ્યું હતું, પ્લાસ્ટિક ફ્રી દેશ હોવો સમયની માંગ છે. આ વડાપ્રધાન દ્વારા લેવામાં આવેલું એક સારુ પગલું છે અને આપણે નાના બદલાવ કરીને તેમા યોગદાન આપી શકીએ છીએ.
પીએમ મોદીએ તેને રીટ્વીટ કરતા કુલી નંબર ૧ના ક્રૂના આ નિર્ણયના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે તેમને ખુશી છે કે દેશને પ્લાસ્ટિક ફ્રી બનાવવામાં ફિલ્મની દુનિયા પણ પોતાનું યોગદાન આપી રહી છે.