Charotar Sandesh
બોલિવૂડ

ફિલ્મ ‘બાગી ૩’નાં શૂટિંગનાં શ્રી ગણેશ કરાયાં…

પ્રોડ્યૂસર સાજીદ નડિયાદવાલાની ‘બાગી’ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ ‘બાગી ૩’નું શૂટિંગ શરૂ થઇ ગયું છે. આ ફિલ્મમાં ટાઇગર શ્રોફ લીડ રોલમાં છે. આ ફિલ્મને ફોક્સ સ્ટાર સ્ટુડિયો કો-પ્રોડ્યૂસ કરી રહ્યું છે. ‘બાગી ૩’ ફિલ્મમાં ટાઇગર શ્રોફની સાથે રિતેશ દેશમુખ અને શ્રદ્ધા કપૂર લીડ રોલમાં છે. રિતેશ ફિલ્મમાં ટાઇગર શ્રોફના મોટા ભાઈના રોલમાં જોવા મળશે અને તે ફિલ્મનો વિલીન પણ છે. ‘બાગી’ સિરીઝની પહેલી ફિલ્મમાં શ્રદ્ધા કપૂર અને ટાઇગર શ્રોફ લીડ રોલમાં હતાં. આ ફિલ્મથી શ્રદ્ધા અને રિતેશ ‘એક વિલન’ બાદ બીજીવાર સાથે કામ કરશે. જ્યારે રિતેશ અને ટાઇગર પહેલીવાર આ ફિલ્મમાં સાથે કામ કરશે. આ એક્શન ફિલ્મને કોરિયોગ્રાફરમાંથી ડિરેક્ટર બનેલા અહમદ ખાન ડિરેક્ટ કરવાના છે.
આ એક્શન ફિલ્મ અગાઉની બન્ને ફિલ્મો કરતાં વધારે મોટાપાયે બનવાની છે. આ ફિલ્મમાં અગાઉની બન્ને ફિલ્મની સરખામણીએ એક્શન સીન્સ પણ વધુ ગ્રાન્ડ હશે. ‘બાગી’ સિરીઝની ત્રીજી ફિલ્મમાં અગાઉની બન્ને ફિલ્મની સરખામણીએ લાર્જર ધેન લાઈફ અપિઅરન્સ હશે. ટાઈગરે આ ફિલ્મ માટે ખાસ વિવિધ પ્રકારના હથિયાર વાપરવાનું શીખ્યું છે અને અને જુદી-જુદી ફાઇટિંગ સ્ટાઇલ્સની પણ ટ્રેનિંગ લીધી છે.

Related posts

સલમાનની ફિલ્મ રાધે ૨૦૨૧માં ગણતંત્ર દિવસ પર રિલિઝ થાય તેવી શક્યતા

Charotar Sandesh

ફિલ્મ ‘પંગા’માં રિચા ચઢ્ઢાનો કબડ્ડી પ્લેયર તરીકેનો લુક રિલીઝ…

Charotar Sandesh

રણવિર સિંહ અને આલિયા ભટ્ટ હવે કરણ જોહરની પ્રેમ કહાનીમાં કરશે ઈલુ-ઈલુ…

Charotar Sandesh