Charotar Sandesh
વર્લ્ડ

ભારતીય મૂળનાં બે મહિલા વકીલની ન્યુયોર્કની કોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક…

USA : મૂળ ભારતના બે મહિલા વકીલોને ન્યુયોર્ક શહેરની કોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિમવામાં આવ્યા છે. ન્યુયોર્ક શહેરના મેયર બિલ ડે બ્લાસિયોએ આ નિયુકિત કરી છે. બંને મહિલાઓને ફોજદારી કોર્ટ અને દિવાની કોર્ટના ન્યાયાધીશ પદે નિમવામાં આવ્યા છે. આ પૈકી અર્ચનારાવ નામના ધારાશાસ્ત્રીને ફોજદારી કોર્ટ, જયારે દીપા અંબેકરને દિવાની કોર્ટમાં ન્યાયાધીશ બનાવાયાં છે.

રાવને આ અગાઉ જાન્યુઆરી ૨૦૧૯માં દિવાની અદાલતમાં વચગાળાના ન્યાયાધીશપદે નિમવામાં આવ્યા હતા. અર્ચના રાવ ન્યુયોર્ક કાઉન્ટી જિલ્લા અટોર્ની કાર્યાલયમાં ૧૭ વર્ષથી કાર્યરત છે. અન્ય ધારાશાસ્ત્રી દીપા અંબેકરને મે ૨૦૧૮માં દિવાની અદાલતમાં વચગાળાના ન્યાયાધીશરૂપે નિયુકત કરાયા હતા. મેયર ડે બ્લાસિયોએ ફેમિલા કોર્ટ, ફોજદારી કોર્ટ અને દિવાની કોર્ટમાં ૨૮ ન્યાયિક નિમણૂંકો કરી છે. જે ગઈ તા.૧ જાન્યુઆરીથી અમલી બની છે. ન્યાયાધીશ અર્ચના રાવ અમેરિકાના ફાયનાન્સિયલ ફ્રોડસ બ્યુરોના વડા તરીકે પણ સેવા આપી ચૂકયા છે. વાસ્સાર કોલેજના સ્નાતક એવા રાવે ફોરધામ યુનિવર્સિટી સ્કુલ ઓફ લોમાંથી જયુરિસ ડોકટરની પદવી મેળવી છે. દીપા અંબેકર અગાઉ ન્યુયોર્ક સિટિ કાઉન્સિલમાં વરિષ્ઠ ધારાકીય વકીલ તેમજ જાહેર સલામતી સમિતિના વકીલ રહી ચૂકયા છે.

  • Yash Patel

Related posts

કોરોના વેકસીન તૈયાર કરવામાં Oxford-AstraZeneca સૌથી આગળ : WHO

Charotar Sandesh

વિરોધ પ્રદર્શનોની વચ્ચે અમેરિકામાં વધુ એક અશ્વેતની ગોળી મારી હત્યા…

Charotar Sandesh

કોરોનાનો કહેર : અમેરિકામાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૭૮૩ના મોત…

Charotar Sandesh