Charotar Sandesh
ઈન્ડિયા

ભારે વરસાદના કારણે મુંબઈ લોકલ પર વૃક્ષ પડ્યું, રેલ સેવા પ્રભાવિત…

ટ્રેનને સ્ટેશન પર રોકવી પડી અને આ રુટ પર ચાલનારી લગભગ તમામ ટ્રેનો પ્રભાવિત થઈ ગઈ…

મુંબઈ,
દેશની આર્થિક રાજધાની મુંબઈ વરસાદથી પાણી-પાણી થઈ ગયું છે. સતત વરસાદથી મુંબઈવાસી બેહાલ છે. શનિવાર સવારે પણ વરસાદથી મહાનગરની લાઇફલાઇન માનવામાં આવતી મુંબઈ લોકલના એક રૂટની ટ્રેન પર વૃક્ષ પડ્યું.
મુલુંડ સ્ટેશન પર એક વૃક્ષ લોકલ ટ્રેન પર પડ્યું. ત્યારબાદ ટ્રેનને સ્ટેશન પર રોકવી પડી અને આ રુટ પર ચાલનારી લગભગ તમામ ટ્રેનો પ્રભાવિત થઈ ગઈ. દુર્ઘટનાના કારણે રેલ સેવા થોડા સમય માટે રોકાઈ ગઈ.

વૃક્ષ પડવાથી તેની કેટલીક ડાળીઓ ટ્રેનની ભરાઈ ગઈ. તેને હટાવવા માટે રેલવે કર્મચારીઓને ઘણી મહેનત કરવી પડી. લગભગ બે કલાબ બાદ રૂટ પર ટ્રાફીક ફરી શરૂ થઈ શક્યો. જે ટ્રેન પર આ વૃક્ષ પડ્યું તે સ્લો લોકલ હતી.
મુંબઈમાં ગત સપ્તાહથી સતત પડી રહેલા કારણે સ્થિતિ બેહાલ થઈ ગઈ છે. શનિવારે પણ અહીંના અનેક વિસ્તારોમાં સવારથી વરસાદ પડી રહ્યો છે. વરસાદથી શહેરમાં અનેક સ્થળે પાણી ભરાઈ ગયા છે જેના કારણે ટ્રાફીક જામની સ્થિતિ સર્જાઈ છે. સૌથી વધુ સમસ્યા મુંબઈ પાસે આવેલા થાણેમાં થઈ છે. અહીં પણ સતત પડી રહેલા વરસાદથી રસ્તાઓ પર ઘણું પાણી ભરાઈ ગયું છે. અનેક ગાડીઓ પાણીના કારણે રસ્તા પર બંધ થઈ ગઈ અને લોકો તેને ધક્કા મારતા જોવા મળ્યા.

મુંબઈમાં અત્યાર સુધી વરસાદના કારણે બનેલી દુર્ઘટનાઓના કારણે ૫૦થી વધુ લોકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. બીજી તરફ, છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદથી હવાઈ અને માર્ગ વાહનવ્યવહાર ઉપર પણ મોટી અસર થઈ છે.

Related posts

લોકડાઉન જરૂરી હતું, પણ અનિયોજિત રીતે લાગૂ કરાયું : સોનિયા ગાંધી

Charotar Sandesh

ભારતમાં ૫૦ ટકા લોકો માસ્ક પહેરતા નથી, સ્વાસ્થ્ય મંત્રાલયનો દાવો…

Charotar Sandesh

ફાંસી નજીક…! નિર્ભયાના દોષિતોને તિહાર જેલ પ્રશાસને પૂછી અંતિમ ઈચ્છા…

Charotar Sandesh