Charotar Sandesh
ચરોતર મધ્ય ગુજરાત સ્થાનિક સમાચાર

‘મારું મન મોર બની થનગાટ કરે…’ આણંદ સહિત ચરોતરમાં ખેલૈયાઓનો ભારે થનગનાટ…

યુવક-યુવતીઓ સહિત ભૂલકાંઓ સૂર અને લયનાં તાલે ગરબે ઘૂમ્યા…

આણંદ : આણંદ સહિત ચરોતરમાં નવરાત્રીના ત્રીજા-ચોથા નોરતે ખેલૈયાઓ ધમાકાભેર ગરબાની રમઝટ બોલાવી હતી. પહેલા બે દિવસ વરસાદના કારણે કેટલાક પાર્ટીપ્લોટો બંધ રહ્યા હતા. જેના કારણે ગરબાપ્રેમીઓ હતાશ થયા હતા.


જોકે ત્રીજા નોરતે મેઘરાજા શાંત રહેવાથી ખેલૈયાઓએ જાણે બે દિવસની કસર કાઢી હોય તેમ રાતભર ભારે ઉત્સાહ જોવા મળ્યા હતા. જેની ઉત્સુક્તાપૂર્વક ખેલૈયાઓ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે નવરાત્રી ઉત્સવની પરંપરાગત રીતે ભવ્ય શરૂઆત થઈ છે. નવરાત્રી ઉત્સવની મજા માણવા માટે ખેલૈયાઓ છેલ્લા ઘણા સમયથી ઉત્સુક હતા અને આ ઉત્સક્તાનો હવે અંત આવી ગયો છે.


છેલ્લા ઘણા દિવસથી આની પ્રેક્ટીસ પણ કરવામાં ખેલૈયાઓ વ્યસ્ત હતા. આણંદ શહેરના અનેક ગ્રાઉન્ડ ખાતે વાયબ્રન્ટ નવરાત્રિ ઉત્સવનું દર વર્ષની જેમ આયોજન કરાયું છે. મા જગંદબા, મા આદ્યશકિતની પૂજા અને આરાધનાના પવિત્ર પર્વ નવરાત્રિનો ભવ્ય પ્રારંભ થઇ રહ્યો છે, જેને લઇ માંઇભકતોમાં ભારે ઉત્સાહ અને ભકિતનો માહોલ છવાયો છે.
નવરાત્રિ એટલે માં જગદંબાની આરાધનાનું મંગલમય પર્વ. શક્તિપૂજા એ આપણી સંસ્કૃતિની આગવી અને ઉજ્જ્‌વળ પરંપરા છે.

Related posts

આણંદ જિલ્‍લામાં ૬૫,૬૭૨ ગંગા સ્‍વરૂપા બહેનોને બે માસની સહાય પેટે રૂા. ૧૭.૨૮ કરોડની સહાય ચૂકવાઈ

Charotar Sandesh

આણંદ જિલ્‍લાની ૫૨૬૨૧ ગંગા સ્‍વરૂપા બહેનોને જૂન માસની સહાય પેટે રૂા. ૧૨૫૦/- ખાતામાં જમા કરાયા

Charotar Sandesh

આણંદ જિલ્લામાં પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતાં ખળભળાટ…

Charotar Sandesh