Charotar Sandesh
ઈન્ડિયા

મિશન ‘ગગનયાન’ માટે ભારત તૈયાર, ૧૨ સંભિવત યાત્રીઓની પસંદગી કરાઈ…

બેંગ્લુરુ : ભારતના અંતરિક્ષમાં પહેલા માનવ મિશન ગગનયાન માટે ૧૨ સંભવિત યાત્રીઓની પસંદગી કરવામાં આવી છે. વાયુસેનાના પ્રમુખ એર માર્શલ આરકેએસ ભદૌરિયાએ કહ્યું કે, ઈસરોના પહેલા માનવ મિશન ગગનયાન માટે અંતરિક્ષ યાત્રિઓની પસંદગી ઓફિશીયલ રીતે કરવામાં આવી છે.
બેંગલુરુમાં યોજાયેલા ઈન્ડિયન સોસાઈટી ફોર એરોસ્પેસ મેડિસિનના ૫૮માં વાર્ષિક સમ્મેલનના ઉદ્ધાટન સત્રને સંબોધિત કરતા એર ચીફ માર્શલે કહ્યું કે, અંતરિક્ષ યાત્રીઓની પસંદગી પ્રક્રિયા ચાલું છે. મારું માનવું છે કે, આ એકદમ પ્રોફેશનલ રીતે કરાશે. ભારતીય વાયુસેનાની ભૂમિકા વિશે ભદૌરિયાએ જણાવ્યું કે, ટીમ ઈસરો સાથે કોઓપરેટ કરી રહી છે અને અંતરિક્ષ યાનની ડિઝાઈન અને પાસાઓને જોઈ રહી છે .
સમ્મેલન સંબોધિત કરતા વાયુસેનાના ચિકિત્સા સર્વિસના મહાનિયામક એર માર્શલ એમએસ બુટોલાએ જણાવ્યું કે, ગગન યાત્રીઓની પસંદગીનો પહેલો તબક્કો પુરો થઈ ગયો છે અને સંભવિત અંતરિક્ષ યાત્રીઓ માટે વાયુસેનાના પસંદ કરાયેલા દળના સભ્યોની રશિયામાં તાલીમ પુરી થઈ ગઈ છે.
વાયુસેના અધિકારીના જણાવ્યા પ્રમાણે, બળના ૧૨ લોકોને ગગનયાન પરિયોજના માટે સંભવિત યાત્રીઓ તરીકે પસંદ કરાયા છે અને તેમાંથી સાત પ્રશિક્ષણ માટે રશિયા ગયા છે. નામ જાહેર ન કરવાની શરતે એક અધિકારીએ કહ્યું કે, રશિયા ગયેલા સાત સંભવિત અંતરિક્ષ યાત્રીઓ પરત આવ્યા હતા.
પહેલા તબક્કામાં ‘ગગનયાન’પરિયોજના માટે ૧૨ અતંરિક્ષ યાત્રિઓની પસંદગી કરાઈ છે અને તેમાંથી ચારને ફાઈનલ પસંદગી કરવામાં આવશે. પરિયોજનાને લોન્ચ કરતી વખતે એક અથવા બે ગગન યાત્રીઓને મિશન માટે પસંદ કરાશે.‘ગગનયાન’ભારતનું પહેલું માનવ અંતરિક્ષ મિશન છે જે ઈસરો દ્વારા ડિસેમ્બર ૨૦૨૧ સુધી લોન્ચ કરવાનું લક્ષ્ય છે.

Related posts

શું ૧૦ વર્ષ બાદ દેશના વડાપ્રધાન રહેલ મનમોહનસિંહ રાજ્યસભામાં આઉટ થશે..!?

Charotar Sandesh

ભારત સરહદે ૪૫૦ આંતકવાદીઓની ઘૂસપૈઠ માટે પાકિસ્તાન ફિરાકમાં…

Charotar Sandesh

મોટેરા સ્ટેડિયમમાં રચાયો નવો ઇતિહાસ : વિશ્વના બે શક્તિશાળી નેતા એક મંચ પર જોવા મળ્યાં…

Charotar Sandesh