કોઇપણ વ્યકિતઓ પર બેફામ નિવેદનો આપવાને કારણે મશહૂર બનેલા પૂર્વ ક્રિકેટર અને પંજાબના મંત્રી નવજોતસિંહ સિધ્ધૂ આજકાલ સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ નિશાના પર લે છે. હાલમાં જ હરિયાણાના હિસારમાં કોંગ્રેસ ઉમેદવાર માટે જનસભાને સંબોધતા સિધ્ધૂએ કહ્યું કે નરેન્દ્ર મોદીને લાગે છે કે વર્ષ 2014 પહેલા હિન્દુસ્તાન હતું જ નહીં. તે પહેલા એક રેલવે સ્ટેશન હતું અને એક ચાની દુકાન.
નવજોતે વધુમાં કહ્યું કે મોદીને એવું લાગે છે કે હિન્દુસ્તાનને તેમણે ખોદીને બહાર કાઢ્યો છે. પરંતુ જ્યારે મોદીએ જન્મ લીધો તે પહેલા ડો. ભીમવાર આંબેડકરે બંધારણ તૈયાર કરી દીધું હતું. સોયથી લઇને અંતરિક્ષ યાન કોંગ્રેસે બનાવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચોકીદાર શબ્દને લઇને સિધ્ધૂએ કહ્યું કે પહેલા ચોકાદીરો કહેતા હતા કે જાગતે રહો, જાગતે રહો. પરંતુ નવો ચોકીદાર કહે છે ભાગતે રહો, ભાગતે રહો. રામ નામ કી લૂંટ હૈ, લૂટ સકે તો લૂટ, તીન મોદી ભાગ ગએ, ચૌથા બોલ રહા ઝૂઠ. નરેન્દ્ર મોદીએ વર્ષ 2014માં દેશની જનતાને મોટા મોટા વાયદાઓ કર્યા પરંતુ બધા અંદરથી ખાલી નીકળ્યા. પેટ્રોલ પંપ પર વડાપ્રધાનનો હસતા ચહેરાવાળા હોર્ડિંગ્સ લાગેલા છે. ભાજપે જ ડિઝલ પર 400 ટકા અને પેટ્રોલ પર 270 ટકા ડ્યૂટી લગાવી છે.
ઉલ્લેખનીય છે કે સિધ્ધૂ પહેલા ભાજપમાં જ હતા પરંતુ પાર્ટીથી નાખુશ થઇને પંજાબની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા. તેમના નિવેદનોને કારણે જ પ્રખ્યાત લાફ્રટર શોના હોસ્ટમાંથી તેમણે બહાર થઇ જવું પડ્યું છે.