Charotar Sandesh
ચરોતર

ર૩મીએ મતગણતરી : આણંદના વિવિધ માર્ગો પર પ્રવેશબંધી

  • મતગણતરીના દિવસે જયાં સુધી મત ગણતરીનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી વિદ્યાનગરના વિવિધ માર્ગો પર પ્રવેશબંધી ફરમાવી છે

લોકસભા ચૂંટણી ર૦૧૯ની આણંદ બેઠક માટેની મત ગણતરી તા. ર૩ મે,ર૦૧૯ના રોજ નલિની-અરવિદ એન્ડ ટી.વી.પટેલ આર્ટસ કોલેજ અને બી.જે.વી.એમ. કોલેજ, વલ્લભ વિદ્યાનગર ખાતે સવારે ૮ કલાકેથી શરુ થનાર છે. મતગણતરીના સ્થળે ઉમેદવારોના ટેકેદારો એકઠા થવા સહિત સંઘર્ષ થવાની સંભાવના તેમજ આજુબાજુમાંથી પસાર થતા માર્ગો પરના રાહદારીઓ, વાહનચાલકોની સલામતી માટે આણંદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પી.સી.ઠાકોરે જાહેરનામું બહાર પાડયું છે.
જેમાં મતગણતરીના દિવસે જયાં સુધી મત ગણતરીનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી વિદ્યાનગરના વિવિધ માર્ગો પર પ્રવેશબંધી ફરમાવી છે. જેમાં ભાઇકાકા લાયબ્રેરીથી નલીની આર્ટસ કોલેજ ચાર રસ્તા સુધી, રઘુવીર ચેમ્બર્સ ચાર રસ્તા ક્રોસીંગ ઉપર યુનિ. તરફ જતા રસ્તાના નાકા સુધી, બીજેવીએમ કોલેજ તથા નલીની આર્ટસ કોલેજ પાછળ આવેલ યુનિ. રોડ, કલા કેન્દ્ર ચાર રસ્તાથી નાના યુનિ. ગેસ્ટ હાઉસ સુધી અને બીજેવીએમ કોલેજ તરફથી શાસ્ત્રી મેદાન તરફ જતા રસ્તા ઉપર બેડમિન્ટન હોલ અને તેની પાછળનો ઓલ્ડ હોસ્ટેલ તરફ જતા રસ્તાનો સમાવેશ કરાયો છે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

Related posts

અમૂલની પશુપાલકોને મોટી ભેટ : પ્રતિકિલો ફેટે ૧૦ રૂ.નો વધારો કર્યો…

Charotar Sandesh

આદર્શ પ્રાથમિક શાળા દેદરડા રિસોર્સ રૂમ ખાતે ૩૦ જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ

Charotar Sandesh

આણંદમાં નવનિર્મિત પ્રમુખ સ્‍વામી અર્બન કોમ્‍યુનિટી હોલનું સી.આર.પાટીલના હસ્‍તે લોકાર્પણ થશે

Charotar Sandesh