વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં જાહેરસભાને સંબોધન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ જનમેદનીને જણાવ્યું કે ભાજપ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપ તરફી લહેર ૨૦૧૪ની તુલનાએ ઘણી મજબૂત જણાય છે. જમ્મુ કાશ્મીર કોઈ પોતાના વારસામાં લખાવીને નથી લાવ્યુ. આ દેશનુ અભિન્ન અંગ છે.
વડાપ્રધાન મોદીએ કોંગ્રેસને આડેહાથ લીધો હતો અને જણાવ્યું કે ‘કોંગ્રેસે જલિયાંવાલા બાગની ૧૦૦મી વરસી ઉપર પણ રાજકારણ કર્યું. પરંતુ હવે ભાજપ તરફી પવન વધુ જારથી ફૂંકાયો છે અને ૨૦૧૯ની લહેર ૨૦૧૪ કરતા પણ અનેક ગણી વધુ મજબૂત જણાય છે માટે ભાજપને કોંગ્રેસની તુલનાએ ત્રણ ગણી વધુ બીઠકો મળશે.
પીએમ મોદીએ કÌš હતુ કે, આ જ ધરતી પર શ્યામા પ્રસાદ મુખજીએ તિરંગો ફરકાવ્યો હતો.દેશવિરોધી તાકાતોને તેમણે પડકારીને કÌš હતુ કે, એક દેશમાં બે બંધારણ, બે વડાપ્રધાન નહી ચાલે. ભાજપ માટે તેમના શબ્દો પથ્થરની લકીર સમાન છે.ફારુક અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીના પરિવારોએ કાશ્મીરને બરબાદ કર્યુ છે.જમ્મુ કાશ્મીરનુ ઉજ્જવળ ભવિષ્ય તેમની વિદાય બાદ જ શક્્ય છે.તેમણે પોતાના આખા પરિવારને ચૂંટણીમાં ઉતાર્યુ છે.
વડાપ્રધાન પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે ‘કોંગ્રેસના મુખ્યમંત્રીએ ઉપરાષ્ટÙપતિ વેંકૈયા નાયડુના જલિયાંવાલા બાગના શહીદોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હાજર રહેવાનું ટાળીને રાજકારણ કર્યું છે. તેમણે કાર્યક્રમનો બહિષ્કાર કર્યો. તમે જાણો છો શા માટે કારણ કે તેઓ કોંગ્રેસ પરિવારની ભÂક્તમાં વ્યસ્ત હતા. મુખ્યમંત્રી અમરિંદર ‘નામદાર’ (કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી) સાથે જલિયાંવાલા બાગમાં હાજર રહ્યા પરંતુ તેમણે ઉપરાષ્ટÙપતિ સાથે હાજર રહેવું જરૂરી ના સમજ્યું.’ કોંગ્રેસ માટે સેના કમાણીનું સાધન છે.
વિપક્ષને આડેહાથ લેતા વડાપ્રધાને જણાવ્યું કે તેઓ જમ્મુ અને કાશ્મીરમાં અલગ વડાપ્રધાનની વાત કરીને લોકોને ડરાવી રહ્યા છે. મોદીએ નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ઓમર અબ્દુલ્લા પર સીધું નિશાન તાક્્યું હતું અને તેમના નિવેદનની ટીકા કરી હતી. મોદીએ હુંકાર કરતા કોંગ્રેસને આ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કરવા પડકાર ફેંક્્યો હતો.
વડાપ્રધાન મોદીએ કાશ્મીરી પંડિતોનો ઉલ્લેખ કરીને તેમના પુર્નવસનનો વિશ્વાસ અપાવ્યો હતો. મોદીએ કોંગ્રેસ પર તીવ્ર પ્રહારો કરતા જણાવ્યું કે ‘કોંગ્રેસને શહીદોના બલિદાનની કોઈ કદર નથી. કોંગ્રેસને મતબેન્કની જ ચિંતા છે અને તેમને કાશ્મીરી પંડિત ભાઈ-બહેનો સામે એટ્રોસિટીની કંઈ પડી નથી.’ મોદીએ ૧૯૮૪ની શીખ રમખાણોનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર આક્ષેપ કર્યો કે તેઓ ‘ન્યાય’નો વિશ્વાસ આપીને લોકો સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે.