Charotar Sandesh
મધ્ય ગુજરાત

વડોદરામાં આઠમી જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે…

વડોદરા : વડોદરામાં દર વર્ષ મુજબ ઉત્તરાયણ પૂર્વે આ વખતે પણ તારીખ આઠના રોજ જેલ રોડ ખાતે મેદાન પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવાશે. આ પતંગ મહોત્સવમાં દેશ-વિદેશના પતંગબાજો ઉપસ્થિત રહેશે અને અવનવી પતંગો ચગાવશે. પતંગ મહોત્સવ માટે રાજ્ય સરકાર વડોદરા કોર્પોરેશનને રૂપિયા ૧૦ લાખની સહાય ખર્ચ પેટે ગ્રાન્ટ આપશે.

જો સરકાર આ ખર્ચની ગ્રાન્ટ પૂરતી નહીં ફાળવે તો અગાઉના વર્ષો મુજબ કોર્પોરેશનના સંસ્કાર કાર્યક્રમ બજેટમાંથી ખર્ચ કરાશે. સ્ટેન્ડિંગ કમિટીમાં આ અંગે એક દરખાસ્ત રજૂ થઈ છે. ગયા વર્ષે જેલ રોડ નજીક નવલખી એક્સ્ટેંશન મેદાન ખાતે સાતમી વખત યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ૧૫ દેશના ૪૭ અને ભારતના ૮ રાજ્યના ૮૦ પતંગબાજોની સાથે વડોદરા તેમજ વિવિધ શહેરના ૬૫ પતંગબાજોએ ભાગ લીધો હતો.

પતંગ મહોત્સવમાં વિવિધ દેશોની પ્રચલિત અવનવી આકર્ષક મહાકાય ટચુકડી અને એરોસ્પેસ ટેકનોલોજી તેમજ એરો ડાયનેમિક્સ ડ્રિવન પતંગો સાથેની પતંગબાજી સામાન્ય રીતે જોવા મળતી હોય છે. એના આગલા વર્ષે પણ દેશ-વિદેશના ૮૮ પતંગબાજો વડોદરા આવ્યા હતા. કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ વખતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ તારીખ ૯ના રોજ યોજવાનો છે. ગયા વર્ષે પહેલી વખત સ્ટેચ્યુ ખાતે પતંગ મહોત્સવ ઉજવાયો હતો.

Related posts

કડાણા જળાશયમાં ઉપરવાસમાં વરસાદને કારણે જળસપાટીમાં વધારો : જળાશય ૯૮.૭૧ ટકા ભરાયું

Charotar Sandesh

વડોદરામાં માસ્ક વિના ફરતા ૧૪૧૭ નાગરિકોએ ૧૪ લાખનો દંડ ભર્યો…

Charotar Sandesh

વડોદરા : બીલ ગામમાં સરપંચ દ્વારા ગ્રામજનોને લોકડાઉનનું કડક પાલન કરવા સુચના અપાઈ…

Charotar Sandesh