Charotar Sandesh
ચરોતર

વડોદરા : સયાજીબાગ ઝૂમાં એશિયાની બીજી વોક ઇન એવીએરી હીલનું નિર્માણ

સર સયાજીરાવ દ્વારા ૧૨૬ વર્ષ પહેલા બનાવવામાં આવેલું પ્રસિદ્ધ સયાજીબાગ જે કમાટીબાગ તરીકે પણ ઓળખાય છે…

વડોદરા,
વડોદરામાં આવેલા સયાજીબાગ ઝૂને વિદેશી ઝૂની માફખ અદ્યતન બનાવવામાં આવશે. સયાજીબાગ ઝૂમાં રૂપિયા ૧૪ કરોડ ખર્ચે દેશની સૌથી મોટી અને એશિયાની બીજી વોક ઇન એવીએરી હીલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેના થકી વડોદરા ઝુમાં આવતાં સહેલાણીઓ વિદેશી ઝૂની માફક પક્ષીઓ તેમજ પ્રાણીઓને ખુલ્લામાં નજીકથી નિહાળી શકશે.

સર સયાજીરાવ દ્વારા ૧૨૬ વર્ષ પહેલા બનાવવામાં આવેલું પ્રસિદ્ધ સયાજીબાગ જે કમાટીબાગ તરીકે પણ ઓળખાય છે જે હવે અદ્યતન સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. કમાટીબાગમાં આવેલા પ્રાણી સંગ્રહાલયમાં વોક ઇન એવીએરી બનાવવાનું કામ સંપૂર્ણ પુરજોશમાં ચાલી રહ્યું છે. આ વોક ઇન એવીએરી બનાવવાથી સયાજીબાગમાં આવતાં સહેલાણીઓ લીલાછમ વૃક્ષોની ઘટામાં વોક વે પર ચાલી વિદેશી સહિતના પક્ષીઓ તેમજ જળચર પ્રાણીઓને ખુબજ નજીકથી નિહાળી શકશે.

કમાટીબાગ ઝૂમાં આવેલા વાઘ, સિંહ જેવા હિંસક પ્રાણીઓનાં પિંજરા પણ અદ્યતન બનાવવામાં આવી રહ્યાં છે. અહીં પણ સહેલાણીઓ વિદેશી ઝૂની જેમ પ્રાણીઓને ખુલ્લામાં વિચરતા નિહાળી શકશે. જે માટે સુરક્ષા સહિતના પરિબળોનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. વડોદરા ઝૂમાં હાલ દેશ વિદેશથી આવતાં મુલાકાતીઓની સંખ્યા નોધપાત્ર છે. જો કે, સયાજીબાગ ઝૂમાં નવા ઉભા થનાર આ આકર્ષણથી સહેલાણીઓની સંખ્યામાં વધારો થયા તેવી શક્યતા છે.

Related posts

આણંદ જિલ્લા ન્યાયાલય અને તાબા હેઠળની તમામ અદાલતોમાં તા.૧૦ જુલાઇએ રાષ્ટ્રિય લોક અદાલત યોજાશે…

Charotar Sandesh

ગુજરાત એમ્‍પલોયમેન્‍ટ સર્વિસના નામે પ્રસિધ્‍ધ થયેલી ભરતીની જાહેરાત બનાવટી…

Charotar Sandesh

વિદ્યાનગરમાં વેપારીઓની માંગને લઈ લોકડાઉનનો સમય ઘટાડાયો : સાંજે ૬ કલાકથી કર્ફ્યુ રહેશે…

Charotar Sandesh