Charotar Sandesh
ઈન્ડિયા

વધુ એક મોંઘવારીનો ડોઝ : રાંધણ ગેસના સિલિન્ડરમાં ૧૩.૫૦ રૂ.નો વધારો…

ન્યુ દિલ્હી : નવા વર્ષ પહેલાં જ સામાન્ય ગ્રાહકો ઉપર વધુ એક મોંઘવારીનો ભાર પડ્યો છે. રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે. રસોઈ ગેસની કિંમતોમાં સતત ચોથા મહિને વધારો થયો છે. રાંધણ ગેસની સિલિન્ડર દીઠ કિંમતમાં ૧૩.૫૦ રૂપિયાનો વધારો કરાયો છે. ૧ ડિસેમ્બર ૨૦૧૯થી વધેલી કિંમત લાગૂ થઈ ગઈ છે.

રાજધાની દિલ્હીમાં નોન સબ્સિડાવાળા રાંધણગેસની કિંમતોમાં ૧૩.૫૦ રૂપિયાનો વધારો થયો છે. આ વધારા બાદ સિલિન્ડરની કિંમત ૬૯૫ રૂપિયા થઈ ગઈ છે. એની પહેલાં નવેમ્બરમાં તે ૬૮૧.૫૦ રૂપિયામાં મળી રહ્યો હતો. આ પ્રકારથી કોલકાતામાં રાંધણ ગેસ સિલિન્ડર ૧૯.૫૦ રૂપિયા વધીને ૭૩૨૫ રૂપિયા થઈ ગયો છે. મુંબઈમાં સિલિન્ડર ૧૪ રૂપિયા મોંઘો થયો છે. અને તેની નવી કિંમત ૬૬૫ રૂપિયા થઈ ગયો છે. ચેન્નાઈમાં તે ૧૮ રૂપિયા વધીને ૭૧૪ રૂપિયા થઈ ગયો છે.

ગેસ વિતરણ કંપનીઓએ કોમર્શિયલ રૂપે ઉપયોગમાં લેવાતા ૧૯ કિલો સિલિન્ડરની કિંમતમાં પણ વધારો કર્યો છે. પાટનગર દિલ્હીમાં ૧૯ કિલો ગેસ સિલિન્ડરની કિંમત ૭ રૂપિયા ૫૦ પૈસા વધી છે અને તે વધીને ૧૨૧૧.૫૦ રૂપિયા થઈ છે. કોલકાતામાં ૧૯ કિલો સિલિન્ડરની કિંમત રૂપિયા ૧૭.૫૦ વધી રૂ .૧૨૭૫.૫૦ થઈ છે. મુંબઈમાં ૧૯ કિલોનું સિલિન્ડર ૯ રૂપિયા મોંઘો થયો છે અને તેની નવી કિંમત વધારીને ૧૧૬૦.૫૦ રૂપિયા કરવામાં આવી છે.

Related posts

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧.૧૪ લાખ નવા કેસ, ૨૬૭૭ લોકોનાં મોત…

Charotar Sandesh

સની દેઓલ બાલીવુડમાં સફળતા જાયા બાદ હાલ રાજકારણમાં પોતાની કિસ્મત અજમાવવા નિકળ્યા છે.

Charotar Sandesh

હવે લોકડાઉનનો ભયાનક નજારો જોવા મળશે ફિલ્મ ‘ઈન્ડીયા લોકડાઉન’ માં, જુઓ વિગત

Charotar Sandesh