Charotar Sandesh
સ્પોર્ટ્સ

વિન્ડીઝને ૬ વિકેટે હરાવી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ૨-૧થી સિરીઝ જીતી…

ન્યુ દિલ્હી : ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ત્રીજા વનડે મેચમાં શાનદાર જીત હાંસલ કરી ત્રણ મેચની સિરીઝ પર કબજો કર્યો છે. સર વિવિયન રિચડ્‌ર્સ મેદાન પર થયેલ આ સિરીઝના અંતિમ મેચમાં વેસ્ટઇન્ડીઝે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને મહિલા ટીમ ઇન્ડિયાને ૧૯૫ રનનો લક્ષ્ય આપ્યો હતો.
લક્ષ્યનો પીછો કરવા મેદાન પર ઉતરેલી મહિલા ટીમ ઇન્ડિયાએ આ મેચ ૬ વિકેટથી જીતી. ઓપનર બેટ્‌સમેન સ્મૃતિ મંધાના અને જેમિમાહ રોડ્રિગ્સે ટીમને શાનદાર શરૂઆત અપાવી ૧૪૧ રનની મજબૂત પાર્ટનરશિપ કરી. ભારતની પહેલી વિકેટ ૨૬માં ઓવરમાં જેમિમાહના રૂપે પડી. જેમિમાહે ૬૯ રન બનાવ્યા. જેમાં ૬ ચોગ્ગા સામેલ હતા. ઉપરાંત સ્મૃતિ મંધાના ૭૪ રન બનાવીને આઉટ થઈ હતી. જેમાં ૯ ચોગ્ગા અને ૩ છગ્ગા સામેલ હતા. સ્મૃતિ મંધાનાએ શાનદાર બેટિંગ કરી મેદાન પર ધૂમ મચાવી હતી. મંધાનાને ‘પ્લેયર ઓફ ધ મેચ’ નો ખિતાબ આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ કેપ્ટન મિતાલી રાજ(૨૦) અને પૂનમ રાઉત(૨૪) આઉટ થઈ હતી. જ્યારે હરમનપ્રીત કોર(૦*) અને દિપ્તી શર્મા(૪*) જીતની ઓપચારિકતા પૂર્ણ કરી અને ઇનિંગમાં નોટઆઉટ રહી હતી.
વેસ્ટઇન્ડીઝની વાત કરીએ તો ટીમની શરૂઆત નબળી રહી હતી. નતાશા મેક્લીન માત્ર ૩ રન બનાવી આઉટ થઈ હતી. ત્યાર બાદ હેલી મેથ્યૂઝે ૨૬ રન બનાવ્યા હતા. ઉપરાંત કેપ્ટન સ્ટેફીન ટેલરે પણ ટીમ માટે ૭૯ રનની શાનદાર ઇનિંગ રમી. પરંતુ તેને સામે પક્ષથી કોઈ મજબૂત સપોર્ટ મળ્યો નહોતો અને વેસ્ટીઇન્ડીઝના વિકેટ એક પછી એક પડતા રહ્યા. મહિલા ટીમ ઇન્ડિયાની બોલિંગની વાત કરીએ તો ઝુલન ગોસ્વામી અને પૂનમ યાદવે ૨-૨ વિકેટ ઝડપ્યા. જ્યારે શિખા પાંડે, રાજેશ્વરી ગાયકવાડ અને દિપ્તી શર્માએ ૧-૧ વિકેટ લીધી હતી. હવે ટીમને ૫ મેચની ટી૨૦ સિરીઝ રમવાની છે. જે આગામી ૯ નવેમ્બરથી શરૂ થશે.

Related posts

બીસીસીઆઇ અધ્યક્ષ ગાંગુલીને હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં દાખલ…

Charotar Sandesh

ધોનીનો મુંછો વાળો નવો લૂક થયો વાયરલ, દિકરી જીવા સાથેની તસ્વીર શેર કરી…

Charotar Sandesh

ટી-૨૦ વર્લ્ડકપમાં બીસીસીઆઇએ સ્ટેડિયમમાં ૭૦ ટકા દર્શકોના પ્રવેશને લીલીઝંડી આપી

Charotar Sandesh