Charotar Sandesh
સ્પોર્ટ્સ

શિખર ધવનનો ભારતીય-એ ટીમમાં સમાવેશ…

ભારતીય ટીમના ઓપનર બેટ્‌સમેન શિખર ધવન દક્ષિણ આફ્રિકા-એ સામેની ટી-૨૦ શ્રેણી પહેલા ભારત-એ તરફથી રમશે. દક્ષિણ આફ્રિકા સામે ચોથી અને પાંચમી સત્તાવાર વનડે મેચમાં તેને ભારત-એની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. શુક્રવારે સિલેક્શન કમિટીએ ધવનને ભારત-એ ટીમ સાથે જોડવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમ પાંચ મેચની શ્રેણીમાં પ્રથમ મેચ જીતીને ૧-૦થી આગળ છે. બંને ટીમો વચ્ચે બાકીની ચાર મેચ ૩૧ ઓગસ્ટ અને ૨, ૪ અને ૬ સપ્ટેમ્બરના રોજ રમાશે. આ પછી, બે બિનસત્તાવાર ટેસ્ટ મેચની સીરિઝ શરૂ થશે
વર્લ્ડ કપમાં ઈજા બાદ વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસથી પરત ફરનાર ધવન ૩ વનડે અને ૩ ટી-૨૦ની શ્રેણીમાં ફક્ત ૬૫ રન જ બનાવી શક્યો હતો. ટી -૨૦માં તેણે ૧, ૨૩ અને ૩ રન બનાવ્યા હતા. જ્યારે બે વનડેમાં ૨ અને ૩૬ રન બનાવ્યા. એક મેચ વરસાદને કારણે રદ કરાઈ હતી.
બીજી તરફ ઓલરાઉન્ડર વિજય શંકરને તેના જમણા હાથના અંગૂઠામાં ઈજા થવાને કારણે શ્રેણીમાંથી બહાર કરી દેવાયો હતો. શંકર ઈજાના કારણે વર્લ્ડ કપ દરમિયાન ટીમમાંથી બહાર થઈ ગયો હતો. તેને નેટ્‌સમાં જસપ્રિત બુમરાહનો યોર્કરને પગમાં વાગ્યો હતો. ત્યારબાદ તેણે તમિલનાડુ પ્રીમિયર લીગમાં ભાગ લઈને કમબેક કર્યું હતું.

Related posts

યુજવેન્દ્ર ચહલ ક્રિકેટ રમી નહીં પણ ચેસ રમીને કોરોના માટે કરશે ફંડનું દાન…

Charotar Sandesh

ધોની આઇપીએલમાં ૧૫૦ કરોડથી વધુ કમાણી કરનાર પ્રથમ ક્રિકેટર બન્યો…

Charotar Sandesh

શિખર ધવન ભલે કેપ્ટન નથી, પરંતુ એક માર્ગદર્શક તરીકે તેમનો ટીમ પર મોટો પ્રભાવ છે…

Charotar Sandesh