ન્યુ દિલ્હી : જમણેરી ફાસ્ટ બૉલર દીપક ચહરનું માનવું છે કે તે તાજેતરના સમયમાં વધુ પડતી મેચો રમી રહ્યો છે જેથી તેને સ્ટ્રેસ ફ્રેક્ચર પડ્યું છે અને આ કારણે તેણે ભવિષ્યમાં મેચો રમવામાં પસંદગી કરવાની જરૂર છે. ચહરને વેસ્ટ ઈન્ડિઝ સામે કટક ખાતેની પહેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચ પહેલા કમરના નીચલા ભાગમાં સ્ટ્રેસ ફ્રેક્ચર થયું હતું અને તે એપ્રિલ સુધી રમી શકનાર નથી.
“વધુ પડતી મેચો રમવા માટે મને સ્ટ્રેસ ફ્રેક્ચર થયું છે જેથી હવે મારે મેચોની પસંદગી કરવી પડશે અને નહીં તો હું વધુ રમી શકીશ નહીં, એમ ચહરે એક અખબારને આપેલી મુલાકાતમાં કહ્યું હતું.