Charotar Sandesh
વર્લ્ડ

અંતરિક્ષમાં બનશે ઇતિહાસ, પહેલીવાર બે મહિલા એસ્ટ્રોનૉટ એકસાથે કરશે સ્પેસવૉક…

૨૧ ઑક્ટોબરે આ ટીમ અલગ-અલગ તબક્કામાં સ્પેસવૉક કરશે…

USA : અંતરિક્ષમાં ઇતિહાસ રચાવા જઇ રહ્યો છે. અંતરિક્ષ વિજ્ઞાનના ઇતિહાસમાં એવું પહેલી વખત બનશે જ્યારે બે મહિલા એસ્ટ્રોનૉટ્‌સ એક સાથે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (ISS)ની બહાર સ્પેસવૉક કરશે. અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસા પ્રથમવાર કોઈ પુરુષ સહયોગી વગર ૧૫ મહિલાની ટીમને સ્પેસવોક માટે મોકલી રહી છે. ૨૧ ઓક્ટોબરે આ ટીમ અલગ-અલગ તબક્કામાં સ્પેસવોક કરશે. આ પહેલા નાસાએ માર્ચ મહિનામાં મહિલાઓને સ્પેસવોક પર મોકલવાની યોજના કરી હતી પણ સ્પેસ શૂટ યોગ્ય સાઈઝમાં ન મળવાથી તે સ્થગિત કરાઈ હતી. હવે નવેસરથી તેની યોજના બનાવાઈ છે. મહિલાઓની આ ટીમને અંતરિક્ષ યાત્રી ક્રિસ્ટીના કોચ અને જેસિકા મીર લીડ કરશે. કારણ કે તેમને અંતરિક્ષ યાત્રાનો અનુભવ છે.
ઑક્ટોબર મહિનામાં કુલ મળીને ૫ સ્પેસવૉક કરાશે. આ સ્પેસવૉક દ્વારા સ્પેસ સ્ટેશન પર હાજર ૬ અંતરિક્ષ યાત્રી બહાર નીકળીને સ્પેસ સ્ટેશનની મરામત કરશે. અત્યારે અંતરિક્ષ સ્ટેશન પર જેસિકા મીર, ક્રિસ્ટીના કોચ, અંડ્રયૂ મૉર્ગન, ઓલેગ સ્ક્રીપોચા, એલેક્ઝાન્ડર સ્કવોર્તસોવ અને લૂકા પરમિતનો છે. આ તમામ ઑક્ટોબર મહિનામાં અલગ-અલગ તારીખો પર સ્પેસવૉક કરશે. આ સિવાય પાંચ સ્પેસવૉક નવેમ્બર અને ડિસેમ્બરમાં રાખ્યો છે.
સ્પેસવોકમાં સ્પેસ ક્રાફ્ટને મરામત, વૈજ્ઞાનિક પ્રયોગ અને નવા ઉપકરણનું પરીક્ષણ સામેલ હોય છે. આ વખતે સ્પેસવોકમાં જે બે એસ્ટ્રોનોટ્‌સ ભાગ લઈ રહ્યાં છે તેમાંથી એન મેક્લેન ૨૨ માર્ચે નિક હેગ સાથે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં એક લિથિયમ આયર્ન બેટરી લગાવવા માટે સ્પેસવોકમાં હિસ્સો લઈ ચૂકી છે. બંનેને સ્પેસવોકનો લાંબો અનુભવ છે.

  • Yash Patel

Related posts

સૂર્યપ્રકોપ..!! વિશ્વનાં સૌથી ૧૫ ગરમ સ્થળોમાં આઠ ભારતમાં નોંધાયા…

Charotar Sandesh

અમેરિકા જતા વિદ્યાર્થીઓએ WHOએ અપ્રૂવ કરેલ વેક્સિનના ડોઝ લેવા જરુરી…

Charotar Sandesh

અમેરિકાના આ ઘણાં રાજ્યોમાં હિન્દુ હેરિટેજ માસની ઉજવણી થશે

Charotar Sandesh