-
રાજ્યમાં કાળઝાળ ગરમીના કારણે એક પછી એક જગ્યાએ આગ લાગવાના બનાવો બની રહ્યા છે
બનાસકાંઠા,
રાજ્યમાં કાળઝાળ ગરમીના કારણે એક પછી એક જગ્યાએ આગ લાગવાના બનાવો બની રહ્યા છે. આજે બનાસકાંઠાના અંબાજીના જંગલમાં ભયાનક આગ ફાટી નીકળી હતી. વધુ આગ ન પ્રસરી તેની તકેદારી રાખવા માટે વનવિભાગને જાણ કરી દેવામાં આવી છે. ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને લાંબી જહેમત બાદ આગ પર કાબૂ લેવામાં સફળતા મળી હતી.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, બનાસકાંઠાના અંબાજીના જંગલમાં ભયાનક આગ ફાટી નીકળી હતી. આ આગની ઘટના ગરમીના કારણે લાગી હોવાનું અનુમાન લગાવી રહ્યા છે. અંબાજીના જંગલોમાં આગની ઘટના સામે આવતા અફરા-તફરીનો માહોલ સર્જાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વીતેલા સમયમાં ગુજરાત-રાજસ્થાન બોર્ડના રાજસ્થાન સ્થિત પહાડી વિસ્તાર માઉન્ટ આબુના સાતઘુમ પાસેના જંગલોમાં આગ લાગી છે. જેની જાણ વનવિભાગ અને ફાયર ફાઈટરોની ટીમને કરાતા ત્યાંના તમામ અધિકારીઓ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. તથા આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધરાયા હતા. માઉન્ટ આબુમાં લાગેલી આગથી બે કિલોમીટર જેટલો વિસ્તાર ગ્રસ્ત થયો છે જેમાં મોટા પાયે વૃક્ષો બળીને ખાખ થયા છે.