Charotar Sandesh
બોલિવૂડ

અક્કી-કરીનાની ’ગુડ ન્યૂઝ’નું ગીત ‘માના દિલ’ રીલિઝ…

મુંબઈ : અક્ષયકુમાર અને કરીના કપૂર ખાનની ફિલ્મ ગુડ ન્યૂઝ બહુ જલ્દી રિલીઝ થવાની છે. હાલમાં આ બંને ફિલ્મનું જબરદસ્ત પ્રમોશન કરી રહ્યા છે. આ ફિલ્મના ટ્રેલરને જબરદસ્ત પ્રતિભાવ મળી રહ્યો છે. હવે ફિલ્મને મેકર્સે નવું ગીત માના દિલ રિલીઝ કર્યું છે. આ ગીતને બી પ્રાકે અવાજ આપ્યો છે અને એના શબ્દો સુપર ઇમોશનલ છે.

આ ફિલ્મના ટ્રેલર અને ગીત ‘ચંડીગઢ મેં’ અને ‘સૌદા ખરા ખરા’ને સારો રિસ્પોન્સ મળ્યા પછી ડિરેક્ટર્સે સોમવારે બીજુ એક ગીત ‘માના દિલ’ રીલિઝ કર્યું છે. નોંધનીય છે કે આ પહેલા પણ બી પ્રાક ‘કેસરી’ ફિલ્મના ગીત ‘તેરી મિટ્ટી’માં પોતાનો અવાજ આપી ચૂક્યો છે. આ ગીત પણ દર્શકોને ખૂબ જ પસંદ પડ્યું હતું. ‘ગુડ ન્યૂઝ’ના ગીત ‘માના દિલ’માં ફિલ્મ લીડ કેરેક્ટર્સ અક્ષય, કરીના, દિલજીત અને કિયારા વિચિત્ર સ્થિતિમાંથી પસાર થતાં જોવા મળે છે. આ ગીતમાં બતાવવામાં આવ્યું છે કે દરેક લોકો ‘ગુડ ન્યૂઝ’ મળ્યા પછી ખુશી થવાની જગ્યાએ દુઃખી થતાં જોવા મળે છે. તનિષ્ક બાગચીએ આ ગીતનું મ્યૂઝિક આપ્યું છે.

Related posts

જ્હાન્વીની ‘ગુંજન સક્સેના : ધ કારગિલ ગર્લ’ નેટફ્લિક્સ પર રિલીઝ થશે…

Charotar Sandesh

કાર્તિક આર્યન અને કૃતિ સેનોનની જોડી તેલુગુ હિટ ફિલ્મની હિંદી રિમેકમાં જોવા મળશે

Charotar Sandesh

અક્ષય કુમારની ફિલ્મ ’રક્ષાબંધન’નું શૂટિંગ શરૂ થયું, એક્ટરે પોતાની બહેન અલકાને ફિલ્મ ડેટિકેટ કરી…

Charotar Sandesh