મુંબઈ : અક્ષય કુમારની વર્ષે ત્રણથી ચાર ફિલ્મ્સ રિલીઝ થતી હોય છે. આ વર્ષે પણ અક્ષય કુમારની ‘કેસરી’, ‘મિશન મંગલ’ બાદ હવે ત્રીજી ફિલ્મ ‘હાઉસફુલ ૪’ દિવાળી પર રિલીઝ થશે. અક્ષય કુમાર ટાઈમને લઈ ઘણો જ પંક્ચુઅલ છે. હાલમાં જ ડિરેક્ટર ફરહાદ સામજીએ ‘હાઉસફુલ ૪’ને લઈ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ૯૦ દિવસનું શિડ્યૂઅલ અક્ષય કુમારને કારણે ૬૫ દિવસમાં પૂરું થઈ ગયું હતું.
ડિરેક્ટર ફરહાદ સામજીએ કહ્યું હતું કે ‘હાઉસફુલ ૪’ બિગ સ્કેલ પર શૂટ કરવામાં આવી હતી. અક્ષય કુમારે ૯૦ દિવસનું શૂટિંગ માત્ર ૬૫ દિવસમાં પૂર્ણ કર્યું હતું. તેણે કો-સ્ટાર્સને વહેલી શિફ્ટ માટે મનાવી લીધા હતાં અને તેને કારણે શૂટિંગ સમયસર શરૂ થઈ જતું અને સાંજે પૂરું પણ થઈ જતું હતું. અક્ષય કુમારની ડિસિપ્લિનને કારણે આમ શક્ય બન્યું હતું.
અક્ષય કુમાર વહેલી સવારથી શિફ્ટ શરૂ કરે છે અને તેના કો-સ્ટાર્સને આ વાતની જાણ છે. આથી જ જ્યારે એક્ટર્સને અક્ષય સાથે કામ કરવાનું હોય તો તેમને ખ્યાલ હોય છે કે તેમણે સેટ પર વહેલી સવારે નિયમિત આવી જવું પડશે. અક્ષય કુમાર સેટ પર બધાને સરપ્રાઈઝ ગિફ્ટ્સ પણ આપતો હોય છે. આટલું જ નહીં અક્ષય કો-સ્ટાર્સને તેમની ફેવરિટ ડિશ પણ ખવડાવતો હોય છે. આ રીતે કો-સ્ટાર્સને વહેલી સવારની શિફ્ટ સજા જેવી લાગતી નથી.