Charotar Sandesh
બોલિવૂડ

અનિલ કપૂરનાં કહેવાથી પુત્ર હર્ષવર્ધને ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ કરી લીધું..!!

મુંબઈ : અનિલ કપૂરનો પુત્ર અને સોનમ કપૂરનો ભાઈ હર્ષવર્ધન કપૂર બોલિવુડમાં હજુ સુધી ખાસ કંઈ ઉકાળી શક્યો નથી. જો કે એ વાત તો નક્કી છે કે મોર ના ઇંડાને ચિતરવા ન પડે એમ અનિલનો આ પુત્ર જે પણ કરશે તેમાં જાન રેડી દેશે અને તે ચોક્કસ કંઈ અલગ જ હશે. હર્ષવર્ધનની અત્યાર સુધીની ફિલ્મ મિર્જિયા અને ભાવેશ જોશી સુપરહીરો જેવી ફિલ્મો રિલીઝ થઈ ચુકી છે. ભાવેશ જોશી સુપરહીરોમાં તેના કામની ભરપુર પ્રશંસા કરવામાં આવી હતી. જો કે બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી છે.
હર્ષવર્ધન જ્યારે પોતાની કેરિયરની શરૂઆત કરી રહ્યો હતો એક પિતા તરીકે અનિલ કપૂરને તેનું ખુબજ ટેન્શન હતુ. કેટલાક રિપોર્ટ અનુસાર હર્ષવર્ધને તેની ગર્લફ્રેન્ડ સપના સાથે અનિલના કહેવાથી બ્રેકઅપ કર્યુ હતુ. સપનાએ અનિલ કપૂર સાથે સીરિયલ ૨૪માં કામ કર્યુ છે. આ શોમાં અનિલ કપૂરની પુત્રીનો દમદાર રોલ સપનાએ નિભાવ્યો હતો.
રિપોર્ટ અનુસાર અનિલ ઇચ્છતો હતો કે હર્ષવર્ધન અને સપના પોતાની કેરિયર પર ફોકસ કરે અને સીરિયસ રિલેશનશિપમાં જતા પહેલા થોડું વિચારે.
અનિલની આ વાત માનીને હર્ષવર્ધને તેની ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ કરી લીધું હતુ. શ્રીરામ રાઘવન સાથે કામ કરી શકે છે હર્ષવર્ઘન. બદલાપુર-૨માં ચમકે તેવી શક્યતા છે. શ્રીરામ માધવન તેની અંધાધુન ફિલ્મ બાદ સફળ રહ્યો છે.

Related posts

રિતિક અને અજય બાદ વરુણ ધવને પણ આનંદની ફિલ્મ ફગાવી…

Charotar Sandesh

લોકડાઉનમાં રમઝાનમાં સોનૂ સૂદ વધુ ૨૫,૦૦૦ પ્રવાસી શ્રમિકોને ભોજન પૂરું પાડશે…

Charotar Sandesh

અમિતાભ-અભિષેક બાદ હવે ઐશ્વર્યા-આરાધ્યા પણ નાણાવટી હોસ્પિટલમાં દાખલ, સામાન્ય તાવની ફરિયાદ…

Charotar Sandesh