Charotar Sandesh
ઉત્તર ગુજરાત ગુજરાત

અમદાવાદમાં લોખંડી સુરક્ષા : 5000ના ટોળા સામે ગુનો, 49ની ધરપકડ…

CCTV ફુટેજ ચકાસીને તોફાની સામે પગલા લેવાનો આદેશ: એસઆરપીની વધુ બે કંપની તૈનાત, બુલેટપ્રુફ જેકેટ-વોટરકેનન વાહનો ફાળવાયા: ઈજાગ્રસ્ત 21માંથી 18 જવાનોને હોસ્પીટલમાંથી રજા…

અમદાવાદ : નાગરિકતા કાયદા સામેનો વિરોધ અમદાવાદના શાહઆલમમાં હિંસક બન્યો હતો અને ટોળાએ પથ્થરમારો-પોલીસ પર હુમલો કર્યો હતો જે પછી આજે 5000 લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જયારે કોર્પોરેટર સહિત 49 લોકોની ધરપકડ કરવામાં આવી છે. શહેરમાં ફરી કોઈ તનાવ કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે લોખંડી સુરક્ષા જાપ્તો ગોઠવી દેવામાં આવ્યો છે.

અમદાવાદના શાહઆલમમાં મોડી સાંજે ટોળા દ્વારા બેફામ પથ્થરમારામાં 21 પોલીસ જવાનો ઘાયલ થયા હતા. આજે સવારે 21માંથી 18ને હોસ્પીટલમાં રજા આપી દેવામાં આવી હતી. ત્રણને સારવાર માટે હજી હોસ્પીટલમાં જ રાખવામાં આવ્યા હતા. પોલીસ ઈન્સ્પેકટર જે.એમ.સોલંકી ખુદ ફરિયાદી બન્યા છે. ઈસનપુર પોલીસ સ્ટેશનમાં 5000 લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરી છે. ઘર્ષણમાં સામેલ કોંગ્રેસના કોર્પોરેયર શહેજાદખાન સહિતની 49ની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ સાથેના ઘર્ષણ પછી કમિશ્ર્નર આશિષ ભાટીયા સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. વધારાનો બંદોબસ્ત પણ ખડકવામાં આવ્યો હતો. રાજય સરકારે પણ તોફાનીઓ સામે કડક હાથે કામ કરવાની સૂચના આપી છે.
સૂત્રોએ કહ્યું કે વીડીયો ફુટેજ ચકાસીને તોફાનીઓની ઓળખ મેળવીને તેની સામે પગલા લેવામાં આવશે. તોફાનીઓ અચાનક કયાંથી ધસી આવ્યા? તે બાબતે પણ પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.
અમદાવાદમાં તનાવભરી હાલત વચ્ચે કલમ 144 લાગુ કરવામાં આવી છે અને 8500 સુરક્ષા જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તોફાનીઓને હળવાશથી નહીં લેવાની સૂચના વચ્ચે બુલેટપ્રુફ જેકેય, વોટરકોનમ વાહનો તથા કેદી બસોને સામેલ કરવામાં આવી છે.

Related posts

ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ સીએમ રૂપાણીએ પત્ની સાથે અંબાજીમાં નમાવ્યું શીશ…

Charotar Sandesh

લોકડાઉન : રાજકોટમાં પાન-મસાલાના કાળાબજાર, લેવાઈ રહ્યા છે ડબલ ભાવ…

Charotar Sandesh

ટ્રેનમાં દારૂની ખેપ મારતા બુટલેગરોએ પેસેન્જરને ચાકુ બતાવીને ધમકાવ્યા…

Charotar Sandesh