Charotar Sandesh
ઈન્ડિયા

અમરનાથ યાત્રા : એક લાખ કરતાં પણ વધુ લોકોના નામની કરાઈ નોંધણી

  • બૅંકની શાખાઓમાં નામની નોંધણી અને હૅલિકોપ્ટરની ટિકિટ મેળવવા શિવભક્તો પડાપડી કરી રહ્યા છે

જમ્મૂ,
પહેલી જુલાઈથી શરૂ થઈ રહેલી અમરનાથ યાત્રા માટે લોકોના નામની નોંધણી અને હૅલિકોપ્ટરની ટિકિટનું બુકિંગ એમ બંને મળીને આંકડો એક લાખને પાર કરી ગયો છે. બૅંકની શાખાઓમાં નામની નોંધણી અને હૅલિકોપ્ટરની ટિકિટ મેળવવા શિવભક્તો પડાપડી કરી રહ્યા છે. પહેલી એપ્રિલથી શરૂ થયેલી નામ નોંધણીની પ્રક્રિયામાં દેશભરની બૅંકોની શાખામાં અત્યાર સુધીમાં ૮૫૦૦૦ યાત્રીઓના નામની નોંધણી થઈ ગઈ છે તો ૩૬૦૦૦ યાત્રીઓએ હૅલિકોપ્ટરની ટિકિટ બુક કરાવી લીધી છે.
હૅલિકોપ્ટરની ટિકિટ બુક કરાવનારાઓને નામ નોંધણીની જરૂર નહીં રહે અને તેમની ટિકિટને જ નામ નોંધણી ગણી લેવામાં આવશે. જોકે તેમના માટે પણ આરોગ્યનું પ્રમાણપત્ર આપવાનું ફરજિયાત હશે. આ વખતે યાત્રા માર્ગ પર શ્રદ્ધાળુઓનાં આરોગ્યની તપાસ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. લખનપુરથી લઈને બાબા અમરનાથની ગુફાની બહાર સુધી નિષ્ણાત ડૉક્ટરોની વ્યવસ્થા કરવામાં આવશે. આ માટેની પ્રક્રિયા પણ આરંભી દેવામાં આવી છે.
જમ્મુના કઠુઆથી લઈને બનિહાલ વચ્ચે ૩૬ આરોગ્ય કેન્દ્ર ઊભા કરવામાં આવશે જેમાં એક એક ડૉક્ટર ઉપરાંત અર્ધતબીબી કર્મચારીઓ પણ હશે. આ જ ધોરણે કાશ્મીર વિસ્તારમાં ૬૬ આરોગ્ય કેન્દ્ર ઊભા કરવામાં આવશે. તમામ કેન્દ્રો પર દવાઓ તેમ જ જરૂરી ઉપકરણો પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ કેન્દ્રોમાં પણ નિષ્ણાત ડૉક્ટરોની સેવા ઉપલબ્ધ કરાવી શકાય તે માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

Related posts

AIMIM નેતા ઓવૈસી પર હુમલા મામલે અમિત શાહે કહ્યું : સુરક્ષા લઈ લો, અમારી ચિંતા ઓછી કરો

Charotar Sandesh

આરબીઆઈની મોટી કાર્યવાહી…નવ બેન્કોને રૂ. ૧૩ કરોડનો દંડ ફટકાર્યો…

Charotar Sandesh

તેલંગાણા રાજ્યના ખેડૂતે દુબઇમાં ૨૭ કરોડની લોટરી જીતી…

Charotar Sandesh