Charotar Sandesh
ચરોતર મધ્ય ગુજરાત

અમૂલ બ્રાન્ડ્‌સનું વાર્ષિક ટર્નઓવર અધધધ રૂ. ૪૫૦૦૦ કરોડે પહોંચ્યું…!!

  • ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશને તારીખ ૩૧ માર્ચ, ૨૦૧૯ના રોજ પૂરા થતાં નાણાંકિય વર્ષ ૨૦૧૮-૧૯માં રૂ. ૪૫૦૦૦ કરોડનું ટર્નઓવર હાંસલ કર્યું

આણંદ,
લોકપ્રિય બ્રાન્ડ અમૂલના નામે દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરતા ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશને તારીખ ૩૧ માર્ચ, ૨૦૧૯ના રોજ પૂરા થતાં નાણાંકિય વર્ષ ૨૦૧૮-૧૯માં રૂ. ૪૫૦૦૦ કરોડનું ટર્નઓવર હાંસલ કર્યું છે, જે જીસીએમએમએફ દ્વારા ગત વર્ષમાં હાંસલ કરાયેલા ટર્નઓવર કરતાં ૧૩% વધારે છે. સાથે જ ભારત દુનિયાનું સૌથી મોટું દૂધ ઉત્પાદક તરીકે અગ્રેસર રહ્યું છે.
વર્ષ ૨૦૦૯-૧૦માં રૂ. ૮૦૦૫ કરોડના ટર્નઓવરથી વર્ષ ૨૦૧૮-૧૯ સુધીમાં ચાર ગણાથી વધુ એટલે કે રૂ. ૩૩૧૫૦ કરોડનું ટર્નઓવર હાંસલ કરવામાં અમૂલ ફેડરેશનને ઝડપી વિસ્તરણના મંત્રથી ઉત્તમ પરિણામ હાંસલ કર્યો છે. ગુજરાતના ડેરી સંગઠનોની રાજ્યની એપેક્ષ સંસ્થાની તારીખ ૨૮ મે, ૨૦૧૯ના રોજ યોજાયેલી ૪૫મી વાર્ષિક સામાન્ય સભામાં આ પરિણામો જાહેર કર્યા હતા.
વાસ્તવમાં જીસીએમએમએફ અને તેના સભ્ય સંગઠનો દ્વારા અમૂલ બ્રાન્ડ હેઠળ વેચવામાં આવેલી પ્રોડક્ટસનું કુલ ટર્નઓવર રૂ. ૪૫૦૦૦ કરોડ અથવા તો ૬.૫ અબજ યુએસ ડોલરનો આંક વટાવી ગયું છે. જીસીએમએમએફનો ઉદ્દેશ રૂ. ૫૦૦૦૦ કરોડના બિઝનેસ સ્તરનો આંક વટાવીને વર્ષ ૨૦૨૦-૨૧ સુધીમાં ભારતની સૌથી મોટી એફએમસીજી સંસ્થા બનવાનું છે.

Related posts

આણંદ જિલ્લામાં સાતેય મતદાર વિભાગના કુલ મળી ૧૫૪ ઉમેદવારી પત્રો ભરાયા

Charotar Sandesh

સામાન્ય વરસાદમાં જ વીજળી ગુલ થતાં એમજીવીસીએલ પ્રિમોન્સુનની કામગીરી સામે સવાલ

Charotar Sandesh

સ્વામિનારાયણ મંદિર વડતાલ અને સતાધાર દ્વારા અયોધ્યામાં અન્નક્ષેત્ર (શબરી ભંડારા)નો આરંભ

Charotar Sandesh