વડોદરા,
જાણીતી દૂધઉત્પાદક કંપની અમૂલ હવે ઊંટના દૂધનું પણ ૨૦૦ એમ.એલ.નું પેકેટ બજારમાં મૂકવા જઈ રÌšં છે. આવનારા સપ્તાહમાં આ પાઉચ બજારમાં જાવા મળી શકે છે. કંપનીના અધિકારીએ આપેલી જાણકારી પ્રમાણે આ પેકેટની કિંમત ૨૫ રૂપિયા રહેશે.
આ પેકેટનું નિર્માણ કંપનીના ગાંધીનગર ફેસિલિટીમાંથી થશે. અગાઉ ગત જાન્યુઆરીમાં કંપનીએ ૫૦ રૂપિયાની કિંમતમાં ૫૦૦ એમ.એલ. ઊંટના દૂધનું પેકેટ બજારમાં મૂકી આપ્યું હતું. ઊંટનું દૂધ ડાયાબિટીસના રોગીઓ માટે ઘણું ફાયદાકારણ હોય છે. ઊંટના એક લીટર દૂધમાં ૫૨ યુનિટ ઈન્સ્યુલિન મળે છે જે સંખ્યા બીજાં બધાં પશુઓ કરતાં અનેકગણી વધારે છે.
આ ઉપરાંત ઊંટના દૂધથી રોગપ્રતિકારત્મક શક્ત વધે છે ને બાળકોમાં કુપોષણની શક્્યતા ઘટે છે. ઊંટના દૂધમાં વિટામીન અને ખનીજ મોટી પ્રમાણમાં મળી આવે છે. આ દૂધમાંથી મળતા એન્ટીબોડી શરીરને સંક્રામક રોગોથી બચાવે છે. અને ગ્રેસ્ટ્રક કેન્સરની ઘાતક કોશિકાઓને રોકવામાં પણ મદદ કરે છે. આ ઉપરાંત શરીરાં કોશિકાઓના નિર્માણમાં પણ મદદ કરે છે.