ઉત્તરપ્રદેશની અમેઠી સીટ પર લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા હેઠળ આજે મતદાન થઈ રહ્યું છે. અમેઠીની બેઠક આ તબક્કાની સૌથી હાઇપ્રોફાઇલ સીટમાંથી એક છે. આ બેઠક પર કુલ 27 ઉમેદવારો લડી રહ્યાં છે. જો કે અહીં મુખ્ય મુકાબલો કોંગ્રેસના રાહુલ ગાંધી અને ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાની વચ્ચે છે. રાહુલ ગાંધી સતત ચોથી વખત આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. આ પહેલાં તેઓ સતત ત્રણ વખત જીતીને અહીંના સાંસદ રહી ચુક્યા છે. આ બેઠક પર આ પહેલા પણ ગાંધી પરિવારનો જ દબદબો રહ્યો છે.
ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ અમેઠીમાં રાહુલ ગાંધી પર બુથ કેપ્ચરિંગનો આરોપ લગાવ્યો છે. અમેઠીનો એક વીડિયો શેર કરીને સ્મૃતિ ઇરાનીએ આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી બુથ કેપ્ચરિંગ કરાવી રહ્યાં છે. સ્મૃતિએ કહ્યું કે તેમણે ચૂંટણી પંચને આ મુદ્દે ફરિયાદ કરી છે,