ભારતે પાકિસ્તાનના એફ-૧૬ પ્લેનને તોડી પાડ્યુ હતુ…
USA : અમેરિકાએ સંયુકત સુરક્ષા પ્લેટફોર્મ અને માળખાઓને ખતરામાં નાંખીને F-૧૬ લડાકુ વિમાનોના દુરૂઉપયોગ માટે ઑગસ્ટમાં પાકિસ્તાન વાયુસેનાના પ્રમુખને જોરદાર ખખડાવ્યા હતા. મીડિયમાં આવેલા એક રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે. આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે મહિનાઓ પહેલાં ભારતીય વાયુસેનાએ કાશ્મીરમાં હવાઇ યુદ્ધ દરમ્યાન પાકિસ્તાની વાયુસેનાના એક F-૧૬ વિમાનને તોડી પાડ્યું હતું.
યુએસ ન્યૂઝે રોજ કહ્યું કે હથિયાર નિયંત્રણ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા બાબતોના તત્કાલીન વિદેશ મંત્રી અંડ્રિયા થૉમ્પસને આ કેસને લઇ ઑગસ્ટમાં પાકિસ્તાન વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ મુજાહિદ અનવર ખાનને પત્ર લખ્યો હતો. રિપોર્ટમાં સૂત્રના હવાલે દર્શાવ્યું છે કે પત્રમાં ૨૬મી ફેબ્રુઆરીના રોજ બાલાકોટ હવાઇ હુમલા બાદ બનેલી તરતની ઘટનાનો પ્રત્યક્ષ ઉલ્લેખ નથી. જો કે તેમાં ફેબ્રુઆરીમાં કાશ્મીરમાં F-૧૬ વિમાનનો ઉપયોગ કરવાને લઇ અમેરિકાની ચિંતાઓને ઉઠાવામાં આવ્યો છે.
થૉમ્પસને પોતાના પત્રમાં લખ્યું કે અમે તમને જણાવ્યું છે કે આ વિમાન રાષ્ટ્રીય રક્ષા ઉદ્દેશ્યોથી ઉડાડ્યા હતા. અમેરિકન સરકાર વિમાનોને અમેરિકન સરકારના બિન અધિકૃત બેઝ્ડ સુધી લાવવાનું F-૧૬ સમજૂતીની અંતર્ગત ચિંતાજનક અને અસંગત માને છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલય અને દૂતાવાસે આ પત્ર પણ ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો છે.
- Nilesh Patel