USA : અમેરિકાના ન્યુ ઓર્લિયન્સ શહેરમાં ગોળીબાર થયો છે. જેમાં 11 લોકો ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું હતું કે ફાયરિંગ શહેરના પ્રતિષ્ઠિત ફ્રેન્ચ ક્વાર્ટરમાં થઈ છે. ઘાયલ થયેલામાં બે લોકોની હાલત ખૂબ જ ગંભીર છે. શંકાના આધારે પોલીસે એક શખ્સને કસ્ટડીમાં લીધો છે.
અધિકારીએ જણાવ્યું મુજબ ઘાયલ વ્યક્તિઓને સારવાર અર્થે નજીકના હોસ્પિટલ ખસેડાયા છે. આ ફાયરિંગ કેનાલ સ્ટ્રીટના વ્યસ્ત વ્યવસાયિક બ્લોકમાં થઈ હતી જ્યાં અનેક હોટલ્સ હાજર છે. અધિકારી મુજબ જાણ થતા જ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી અને ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. કારણ કે વાર્ષિક થેંક્સગિવિંગ સપ્તાહના અંતે, સુરક્ષા ત્યાં પહેલેથી જ ચુસ્ત હતી. રિપોર્ટ પ્રમાણે આ ઘટના સવારે 3 વાગ્યે બની હતી. અધિકારીએ કહ્યું કે,’અમારા અધિકારીઓ ત્યાં તૈનાત હતા, અમને લાગ્યું કે તેમના પર ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. દુર્ભાગ્યે, ત્યાં ઘણા લોકો હતા. તેથી કોણે ફાયરિંગ કર્યું તે જાણી શકાયું નથી. તે કેવી રીતે થયું તે અમને ખબર નથી.’ જોકે આ ઘટનાની તપાસમાં શંકાના આધારે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
- Nilesh Patel