USA : અમેરિકાના હાઉસ ઓફ રિપ્રઝેન્ટેટીવ્સે બે બિલ પાસ કર્યા જે હોંગકોંગમાં પ્રદર્શનકારીઓના સપોર્ટ માટેના છે. તેના દ્વારા અમેરિકાએ ચીનને માનવાધિકાર ઉલ્લંઘન અંગે એક ચેતવણી આપી દીધી છે. અત્યારે હોંગકોંગમાં મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ યુનિવર્સિટી અંદર પોલીસના કોર્ડન અંદર ફયાલેલાં છે. હવે આ બિલ વ્હાઇટ હાઉસ જશે જ્યાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કાં તો તેને વિટો કરી શકે છે અથવા સહી કરી શકે છે. વેપારને મુદ્દે અત્યારે ચીન અને અમેરિકા વચ્ચે સંવેદનશીલ સમય છે અને વાતચીત ચાલી રહી છે.
હોંગકોંગ હ્યુમન રાઇટ્સ એન્ડ ડેમોક્રેસી એક્ટ સેનેટમાં સર્વાનુમતે પસાર થયું હતું. આવું જ બિલ ગત મહિને પાસ કરવામાં આવ્યું હતું. આ બિલના પસાર થવાથી ચીન નારાજ છે. બિલ પ્રમાણે વર્ષમાં એક વખત ચીનના સ્ટેટ ડિપાર્ટમેન્ટને એ ચોક્કસ કરાવવું પડશે કે અમેરિકાના વેપાર માટે હોંગકોંગ એક સ્વાયત્ત સત્તા ધરાવે છે. આ યુએસ ટ્રેડીંગ કન્સિડરેશનમાં હોંગકોંગ લાયક બને તેના માટે આ બિલ પ્રમાણે અમેરિકા ચીનનું નાક દબાવવા માગે છે. તેમાં માનવાધિકાર ઉલ્લંઘનમાં સામેલ અધિકારાઓ સામે પ્રતિબંધની પણ જોગવાઇ છે.
- Naren Patel