પ્રેસિડન્ટ પદની પૂર્વ તથા વર્તમાન ડેમોક્રેટ ઉમેદવાર મહિલાઓ હિલેરી ક્લિન્ટન તથા સુશ્રી તુલસી ગબ્બાર્ડ આમને સામને…
USA : અમેરિકામાં પ્રેસિડન્ટ પદ માટે ચૂંટણી પ્રચાર જોર પકડી રહ્યો છે તેવા સંજોગોમાં એક જ પાર્ટીની બે સેલિબ્રિટી મહિલાઓ વચ્ચે વાકયુધ્ધ શરૂ થયું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. જે મુજબ પ્રેસિડન્ટ પદની પૂર્વ તથા વર્તમાન ડેમોક્રેટ ઉમેદવાર મહિલાઓ હિલેરી ક્લિન્ટન તથા સુશ્રી તુલસી ગબ્બાર્ડ આમને સામને આક્ષેપોની ઝડીઓ વરસાવી રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ હિલેરી ક્લિન્ટને હિન્દૂ સાંસદ મહિલા સુશ્રી તુલસી ગબ્બાર્ડનું નામ લીધા વગર તેઓને રશિયાનું પીઠબળ હોવાની શંકા સાથે દેશમાં એક ત્રીજું પરિબળ આકાર લઇ રહ્યું હોવાની આશંકા વ્યક્ત કરી હતી. જેના અનુસંધાને તુલસી ગબ્બાર્ડએ હિલેરી ક્લિન્ટનને યુદ્ધખોર તથા ભ્રષ્ટાચારની મૂર્તિ સમાન ગણાવ્યા હતા જેમના નેતૃત્વમાં ડેમોક્રેટ પાર્ટી નબળી પડી હોવાનો આક્ષેપ કર્યો હતો.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
- Nilesh Patel