ઇન્ડિયન અમેરિકન દંપતિ કૌસ્તુભ નિર્મલ તથા સંજીરી દેવપુજારી સહીત 34 લોકો દરિયામાં ગરક : મૃતદેહ દરિયાના તળિયેથી મળી આવ્યા…
કેલિફોર્નિયા : અમેરિકામાં કેલિફોર્નિયાના દરિયાની સહેલગાહે નીકળેલી ધંધાદારી ડાઇવિંગ બોટમાં અચાનક આગ ફાટી નીકળતા ઇન્ડિયન અમેરિકન દંપતિ કૌસ્તુભ નિર્મલ તથા સંજીરી દેવપુજારી સહીત 34 લોકોના કરૂણ મોત નિપજ્યા છે. જેઓના મૃતદેહ દરિયાના તળિયેથી મળી આવતા શોકનું મોજું ફરી વળ્યું છે. હજુ અઢી વર્ષ પહેલા જ પરણેલા ભારતીય મૂળના આ દંપતિ ભારતના જયપુર અને નાગપુરનું વતની છે.જે પૈકી નિર્મલ ફાઇનાન્સના વ્યવસાય તથા દેવપુજારી ડેન્ટિસ્ટ તરીકેના વ્યવસાય સાથે જોડાયેલા હતા.વધુ વિગતો મેળવાઈ રહી છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
- Naren Patel