Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકામાં ગેરકાયદે વસતા લોકો માટેનું વિધેયક પસાર થયુ… જાણો…

  • કોંગ્રેસમાં ડેમોક્રેટ વર્ચસ્વવાળા હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિ્‌વસે પસાર કર્યું…

વૉશિંગ્ટન,તા.૫

કોંગ્રેસમાં ડેમોક્રેટ વર્ચસ્વવાળા હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે એક વિધેયક પસાર કર્યું છે. જેમાં લાખો ગેરકાયદેપ્રવાસીઓને નાગરિકતા અપાવવામાં મદદ કરશે જેની પાસે ખુદને અમેરિકી નાગરિક સાબિત કરવા માટે કાયદેસર દસ્તાવેજ નથી. જો કે આ વિધેયક સેનેટમાં પસાર થાય તેવી ઓછી શક્યતા છે.
વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે જો આ વિધેયક રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેબલ સુધી પહોંચશે તો તેઓ વિટો પાવરનો ઉપયોગ કરશે. આ સાથે જ સેનેટમાં રિપબ્લિકનની બહુમતી છે જે આ વિધેયક પસાર નહીં કરે.

આ વિધેયક દ્વારા તથાકથિત ડ્રિમર્સ – એવા લોકો કે જેમને બાલ્યઅવસ્થામાં ગેરકાયદે રૂપથી અમેરિકા લાવવામાં આવ્યા હતા, તેમને સ્થાઈ સંરક્ષણ મળશે. આ વિધેયકને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે ૧૮૭ સામે ૨૩૭ મતોથી પસાર કર્યું હતું. આ સાથે જ ડ્રિમર્સ તેમજ કથિત ટેમ્પરરી પ્રોટેક્ટેડ સિસ્ટમ હેઠળ આવનારા લોકોને પૂર્ણ નાગરિકતા આપવાનો માર્ગ પણ સરળ કરશે TPS હેઠળ તેવા લોકોને સંરક્ષણ આપવામાં આવે છે જે સશસ્ત્ર સંઘર્ષ અથવા કુદરતી આફતોને કારણે પોતાનો દેશ છોડીને અહીં આવ્યા હોય.

વર્તમાન સમયમાં ઘણાં ડ્રિમર્સ પૂર્વ રાષ્ટ્રપતિ બારાક ઓબામા દ્વારા શરુ કરવામાં આવેલ DACA પ્રોગ્રામ હેઠળ સંરક્ષણ પ્રાપ્ત છે. ટ્રમ્પે ડ્રિમર્સ પર પહેલાથી જ કડક વલણ દાખવ્યું છે અને ડ્રિમર સંરક્ષણ અને TPS બંનેબે ખતમ કરવાની દિશામાં કામ કર્યું છે. ગઈકાલે પસાર થયેલ આ વિધેયક લગભગ ૨૦ લાખ એવા ડ્રિમર્સને કાયદેસર મંજૂરી આપશે જે ઓબામાના ડ્ઢછઝ્રછ પ્રોગ્રામની બહાર છે.

Related posts

મિસ વર્લ્ડ અમેરિકા વોશીંગ્ટન તાજ વિજેતા ઇન્ડિયન અમેરિકન સુંદરી શ્રી સૈનીનું પ્રશંસનીય કૃત્ય…

Charotar Sandesh

પોતાના નાગરિકોને ગ્રીન પાસપોર્ટ આપનાર દુનિયાનો પ્રથમ દેશ બનશે ઇઝરાયેલ…

Charotar Sandesh

મસુદ અઝહર પર પાકિસ્તાને કાર્યવાહી શરૂ કરી, સંપત્તિઓ જપ્ત, યાત્રા પર પ્રતિબંધ

Charotar Sandesh