વિદેશથી આવતા સ્ટુડન્ટ્સ ડિગ્રી મેળવી લીધા પછી ઓછા વળતરથી કામ કરે છે : સ્થાનિક અમેરિકનોની નોકરી છીનવાઈ જતી હોવાથી ટ્રમ્પ સરકાર ફેર વિચારણા કરવાના મુડમાં…
USA : બાય અમેરિકન હાયર અમેરિકન સૂત્રને વરેલા ટ્રમ્પ વહીવટી તંત્ર વિદેશથી આવતા સ્ટુડન્ટ્સને ડિગ્રી મળ્યા પછી કામ કરવા અપાતા વર્ક વિઝામાં કાપ મુકવા માંગે છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. હાલમાં ડિગ્રી મેળવ્યા બાદ OPT સિસ્ટમ હેઠળ સ્ટુડન્ટ્સને 1 વર્ષ માટે કામ કરવા દેવાની મંજૂરી આપવામાં આવે છે જે સાયન્સ, ટેક્નોલોજી, એન્જીનીઅરીંગ તેમજ મેથેમેટિક ડિગ્રી ધરાવતા સ્ટુડન્ટ્સ માટે 2 વર્ષની મુદત છે. પરંતુ આ વિદેશી સ્ટુડન્ટ્સ ઓછા વેતનથી કામ કરવા તૈયાર થઇ જતા હોવાથી સ્થાનિક અમેરિકનોની નોકરી છીનવાઈ જાય છે. પરિણામે આવતા વર્ષથી OPT સિસ્ટમ હેઠળ અપાતા વર્ક વિઝાની મુદતમાં કાપ મુકવા યુ.એસ.કસ્ટમ એન્ડ ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા વિચારણા થશે તેવું જાણવા મળે છે.
- Naren Patel