વર્ષ ૨૦૧૬માં અમેરિકામાં પ્રવાસી ભારતીયોની સંખ્યા ૫,૮૦,૦૦૦ હતી…
USA : હાલમાં જ સામે આવેલા એહવાલ મુજબ, ૨૦૧૬માં અમેરિકામાં વસવાટ કરી રહેલા લોકોમાંથી પ્રત્યેક ચોથો વ્યક્તિ ભારતીય છે. આ ઉપરાંત રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ત્યાં વસવાટ કરી રહેલા ૬૦ ટકા પ્રવાસી એશિયાઇ દેશોના નાગરિક છે જેમાં ૧૫ ટકા ચીનના નાગરિક છે.
ગૃહ સુરક્ષા મંત્રાયલ દ્વારા તૈયાર કરાયેલા એહવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ૨૦૧૬માં અહિંયા પ્રવાસીઓની સંખ્યા લગભગ ૨૩ લાખ હતી જેમાં મુખ્ય કામદારો, એક્સચેન્જ વિઝિટર, વિદ્યાર્થી, રાજદ્વારી અને અન્ય પ્રતિનિધિઓ સામેલ હતા. આ સંખ્યા ૨૦૧૫ની સરખાણીમાં ૧૫ ટકા વધારે હતી. ૨૦૧૫માં પ્રવાસીઓની સંખ્યા ૨૦ લાખ હતી.
રિપોર્ટ મુજબ, ૨૦૧૬માં અમેરિકામાં પ્રવાસી ભારતીયોની સંખ્યા ૫,૮૦,૦૦૦ હતી. જેમાંથી ૪,૪૦,૦૦૦ અસ્થાયી કામદાર હતા જેમાંથી એચ-૧બી વીઝા હોલ્ડર પણ સામેલ હતા. બાકીના ૧,૪૦,૦૦૦ વિદ્યાર્થી હતા. આ મામલે ચીન ભારત કરતા પાછળ હતું, ચીનથી આવનારા પ્રવાસીઓની સંખ્યા ૩,૪૦,૦૦૦ હતી.
આ રિપોર્ટ મુજબ, ૭૫ ટકા ભારતીય પ્રવાસીઓને અસ્થાયી કામદાર વર્ગમાં રાખવામાં આવ્યા જ્યારે ૭૫ ટકા ચીનના નાગરિકોને વિદ્યાર્થી વર્ગમાં રાખવામાં આવ્યા છે. ભારત અને ચીન બાદ મેક્સિકો, કેનેડા, દક્ષિણ કોરિયા અને સાઉદી અરબનો નંબર આવે છે.
- Nilesh Patel