૧૧ જાન્યુ. થી 18 જાન્યુ. 2020 દરમિયાન ચાલનારી આ સંગીતમય કથાના વ્યાસાસને પૂ.શ્રી ભરતભાઈ રાજગોર બિરાજશે : શ્રી સંતરામ મંદિર નડીયાદ ના સંત પૂજ્ય શ્રી ક્રુષ્ણ્જીવન દાસજી મહારાજ દીપ પ્રાગટ્ય દ્વારા કથાનો પ્રારંભ કરાવશે…
USA : સર્ઘન કેલીફોર્નિયા ના નોર્વોક શહેરમાં નવ નિર્માણ પામી રહેલ શ્રી રાધા-ક્રુષ્ણ મંદીર ના વ્યવસ્થાપકો દ્વારા ‘ શ્રીમદ ભાગવત કથા ‘ નું આયોજન કરવામાં આવેલ છે. ૧૧ મી જાન્યુઆરી ૨૦૨૦ થી શરુ થનાર આ સંગીતમય કથાના વ્યાસપીઠ ઉપર પૂ.શ્રી ભરતભાઈ રાજગોર બિરાજમાન થશે. કથા નું સમાપન ૧૮ મી જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ થશે. આ સંગીતમય કથા દરમ્યાન દરરોજ વિશેષ પ્રસંગોનું આયોજન વ્યસ્થાપકો દ્વારા કરવામાં આવશે.
૧૧ મી જાન્યુઆરીના પ્રારંભ પ્રસંગે દીપ પ્રાગટ્ય શ્રી સંતરામ મંદિર નડીયાદ ના સંત પ.પૂજ્ય શ્રી ક્રુષ્ણ્જીવન દાસજી મહારાજ ના હસ્તે કરવામાં આવશે. આ અમુલ્ય લાભ સૌ ભાવિક ભક્તોને મળશે. સમગ્ર કથાના દાતા ડૉ. ભરતભાઈ તથા મિનાક્ષીબેન નો પરિવાર છે. સૌ ભાવિક ભક્તોને આ અમુલ્ય કથાનો લાભ લેવા આ મંદીરના વ્યવસ્થાપકો અને શસ્ત્રીજી શ્રી ભરતભાઈ રાજગોર તરફથી વિનંતી સહ આમંત્રણ છે. તેવું શ્રી કાંતિલાલ મિસ્ત્રીના અહેવાલ દ્વારા શ્રી સુભાષ શાહની યાદી જણાવે છે.
- Naren Patel