USA : સેન બર્નારડિનોની કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીની અજ્ઞાન હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી, આ હુમલાની જાણ થતા પોલીસે અજ્ઞાત હુમલાખોરની ઓળખ કરવામાં લાગી ગઈ છે.
હુમલાખોરોની ગોળીનો ભોગ બનેલો ભારતીય વિદ્યાર્થી યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરતો હતો.
વિદ્યાર્થીની ઓળખ અભિષેક સુદેશ ભટ્ટ તરીકે થઈ છે. તે એક મોટેલમ પાર્ટટાઈમ નોકરી કરતો હતો.
વિદ્યાર્થી પર ત્યારે હુમલો થયો હતા, જયારે તે કામ પરથી ઘરે પાછો ફરી રહ્યો હતો. મૃતક છાત્રના પિતા સુદેશચંદ મૈસુરમાં યોગ ગુરુ છે. હુમલાખોરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે અને હુમલાખોરોની ઓળખ કરવાની કોશિશ કરી રહી છે.
- Nilesh Patel