જીવનસાથીને કામ કરવાના અધિકાર ઉપર અંકુશ મુકવાના ટ્રમ્પ શાસનના પ્રયત્નને યુ.એસ.કોર્ટની કામચલાઉ બ્રેક…
USA : અમેરિકામાં H-1B વીઝા ધરાવતા ભારતીયો સહિતના વિદેશી મૂળના નાગરિકોના જીવનસાથીને કામ કરવાના અધિકાર ઉપર તરાપ મારવાનો પ્રેસિડન્ટ ટ્રમ્પનો પ્રયત્ન વધુ એકવાર અટકી પડયો છે.
જે મુજબ ૨૦૧૫ની સાલમાં પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાએ આપેલા ઉપરોકત અધિકાર વિરૂધ્ધ કરાયેલી અરજી યુ.એસ.કોર્ટએ નીચલી કોર્ટમાં પરત મોકલી દેવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે H-1B વીઝા ધારકોના જીવનસાથીને કામ કરવાના અધિકાર માટે અપાતા H-1B વીઝાનો સૌથી વધુ લાભ ભારતીય મહિલાઓને મળી રહ્યો છે આ વીઝા ધારકો પૈકી ૯૦ ટકા ભારતીય મહિલાઓ છે. પરંતુ સ્થાનિક અમેરિકનને અગ્રતા આપવાના હેતુથી આ નિયમ રદ કરવા પ્રેસિડન્ટ ટ્રમ્પના વહીવટી તંત્રની કામગીરી ઉપર હાલની તકે બ્રેક લાગી ગઇ છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
- Nilesh Patel