Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકા ચાઇનીઝ વસ્તુઓ પર જકાત ૧૦ ટકાથી વધારી ૨૫ ટકા કરશે

ચીન સાથે ટ્રેડ મંત્રણાઓ વચ્ચે અમેરિકાએ કે, તે ૧૦ મેના રોજ ૨૦૦ અબજ ડોલર (૧૩.૮૪ લાખ કરોડ રૂપિયા)ના ચાઇનીઝ ઇમ્પોર્ટ પર ડ્યૂટી ૧૦ ટકાથી વધારીને ૨૫ ટકા કરી દેશે. અમેરિકાનું કહેવું છે કે, ટ્રેડ વાટાધાટો ધીમી ગતિએ આગળ વધી રહી છે. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ટ્‌વીટ કરીને ટેરિફમાં વધારો કરવાની વાત કહી છે. સાથે જ ધમકી આપી છે કે, ૩૨૫ અબજ ડોલર (૨૪.૪૯ લાખ ડોલર રૂપિયા)ના વધારેના ઇમ્પોર્ટ પર ટૂંક સમયમાં જ ૨૫ ટકા ટેરિફ લાગુ કરવામાં આવશે.
ચીનના હાઇ લેવલ ડેલિગેશનનો વેપાર મંત્રણા કરવા માટે બુધવારે અમેરિકા જવાનો કાર્યક્રમ હતો. મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર ટ્રમ્પની ધમકીના કારણે ચીન તેને રદ કરી શકે છે.
ટ્રમ્પે  કે, ચીન ૧૦ મહિનાથી ૫૦ અબજ ડોલરના ઇમ્પોર્ટ પર ૨૫ ટકા અને ૨૦૦ અબજ ડોલરના ઇમ્પોર્ટ પર ૧૦ ટકા ડ્યૂટી આપી  છે. ચીન સાથે ટ્રેડ ટાક ચાલુ છે, પરંતુ તેની ગતિ ખૂબ જ ધીમી છે, કારણ કે ચીન ફરીથી સોદો કરવા ઇચ્છે છે.

Related posts

ચીનમાં કોરોના વાયરસથી અત્યાર સુધી ૨૭૧૫ના મોત, ૪૦૧ નવા કેસ…

Charotar Sandesh

ચીનમાં કોરોના વાયરસથી વધુ ૧૩૬ના મોત, મૃતાંક ૨૦૦૦ને પાર…

Charotar Sandesh

ટીમ ૨ જૂનના રોજ દક્ષિણ આફ્રીકા વિરૂદ્ધ પોતાનો પ્રથમ મેચ રમશે બાંગ્લાદેશે વર્લ્ડ કપ ૨૦૧૯ માટે ટીમની જાહેરાત કરી

Charotar Sandesh