Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકા : રાજ્ય અને સ્થાનિક ચૂંટણીમાં ૪ ભારતવંશીઓની જીત…

વર્જીનિયાથી ચૂંટણી જીતનાર ગજલા હાશમી પહેલી મુસ્લિમ મહિલા…

USA : અમેરિકામાં ગત સપ્તાહે યોજાયેલી રાજ્ય અને સ્થાનિક ચૂંટણીના પરિણામ આવી ગયા છે. જેમાં ભારતવંશીઓએ જીત હાંસિલ કરી છે. ભારતીય મૂળના ગજલા હાશમી વર્જીનિયા રાજ્યમાં ચૂંટણી જીતનારી પહેલી મુસ્લિમ મહિલા બન્યાં છે. સાથે જ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના સમય વ્હાઈટ હાઉસમાં ટેકનીક સલાહકાર રહી ચુકેલા સુભાષ સુબ્રણ્યમે પણ જીતીને વર્જીનિયા રાજ્ય ગૃહમાં સ્થાન મેળવ્યું છે. આ બન્ને સિવાય કેલિફોર્નિયા રાજ્યના સેન ફ્રાન્સિસ્કોથી મનો રાજુ અને નોર્થ કૈરોલિનાના શાર્લોટ સિટીથી ડિમ્પલ અજમેરાએ સ્થાનિક ચૂંટણીમાં જીત હાંસિલ કરી હતી.
ગજવાએ ડેમોક્રેટ પાર્ટી તરફથી વર્જીનિયાના ૧૦માં સીનેટ ડિસ્ટ્રિક્ટથી ચૂંટણી લડી હતી.આ બેઠક પર તેમણે રિપબ્લિકન પાર્ટી તરફથી રાજ્ય ગૃહના સભ્ય ગ્લેન સ્ટુર્ટેવાંટને હરાવ્યા હતા. આ અવસરે અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. ક્લિન્ટને ટ્‌વીટર પર કહ્યું કે, ‘હું વર્જીનિયાથી જીતનારી પહેલી મુસ્લિમ મહિલા ગજલા માટે જોરથી બૂમ પાડવા માંગીશ. જેવી રીતે તેમણે આ જીતને વર્જીનિયામાં પ્રગતિશીલ પરિવર્તન જોવા વાળા લોકોની ગણાવી હતી. આ જીત એવા લોકોની છે જેમને લાગે છે કે તેમની પાસે કોઈ અવાજ નથી.

  • Nilesh Patel

Related posts

૨૦૨૪માં યોજાનાર રાષ્ટ્રપતિ ચૂંટણી લડવાના ડોનાલ્ડ ટ્રમ્પના સંકેત…

Charotar Sandesh

માલદીવ છોડીને પણ ભાગ્યા શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે : હવે પહોંચ્યા સિંગાપુરમાં

Charotar Sandesh

આગામી અઠવાડિયા સુધી કોરોનાના કેસની સંખ્યા ૧ કરોડ પર પહોંચી શકે છે : WHO

Charotar Sandesh