Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકા : વર્જીનિયાની ઓફિસમાં કર્મચારીએ અંધાધૂંધ ગોળીબાર કર્યો – 12ના મોત, 6 ઘાયલ

વૉશિંગ્ટનઃ અમેરિકાના વર્જીનિયા બીચ શહેરમાં શુક્રવારે સાંજે એક બંદૂકધારી શખ્સે અંધાધૂંધ ફાયરિંગ કર્યું છે. આ ઘટના નગરપાલિકાના કાર્યાલયમાં બની છે. જેમાં 12 લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે પાંચ ઘાયલ થયા છે. પોલીસે આ હુમલાખોરને ઠાર માર્યો છે. મળતી માહિતી પ્રમાણે તે શહેરની એક સરકારી કચેરીમાં નોકરી કરતો હતો. ગન વાયલેંસને લઇને કામ કરી રહેલી વૉશિંગ્ટનની સંસ્થના અનુસાર અમેરિકામાં આ વર્ષે માસ શૂટિંગની 150 ઘટનાઓ બની છે. વર્જીનિયાના પોલીસ ચીફ જેમ્સ સર્વેરાએ જણાવ્યું હતું કે હુમલાખોર સ્થાનિક સમયાનુસાર સાંજે 5 વાગ્યે નગરપાલિકા કચેરીમાં ઘૂસ્યો અને અચાનક તેણે કર્મચારીઓ પર ગોળી વરસાવાની શરૂ કરી દીધી. હાલ, ગોળીબાર કરવા પાછળનો હેતુ સ્પષ્ટ થયો નથી. એફબીઆઇના અધિકારી પર તપાસ અર્થે ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

કર્મચારીઓએ ટેબલ નીચે છૂપાઈને પોતાનો જીવ બચાવ્યો

ગોળીબારના સાક્ષી એવા કર્મચારી મેગને જણાવ્યું છેકે ઓફિસમાં જેવો ગોળીબાર શરૂ થયો. હું 20 સહકર્મીઓ સાથે ટેબલ નીચે છૂપાઇ ગઇ હતી. અમે તુરંત ઇમરજન્સી નંબર પર કોલ કર્યો. પોલીસ આવી ત્યાં સુધી અનેકવાર ગોળીઓ ચલાવવામાં આવતી હોવાનો અવાજ સંભળાતો રહ્યો.

હુમલામાં માર્યા ગયેલા લોકો મારા મિત્ર હતા- મેયર

વર્જીનિયા બીચના મેયર બૉબી ડેરે કહ્યું કે, આ શહેરના ઇતિહાસનો સૌથી વિનાશકારી દિવસ છે. ઘટનામાં જે લોકો માર્યા ગયા અથવા તો ઘાયલ થયા છે, તે તમામ મારા મિત્ર અને સહકર્મી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ગોળીબારની આ ઘટના પર નજર રાખી રહ્યાં છે.

Related posts

યુએઇએ ભારતની હિંમત વધારી, ત્રિરંગાના રંગે રંગાયુ બુર્જ ખલીફા…

Charotar Sandesh

અમેરિકાના ન્યૂજર્સીમાં એક સ્ટોરમાં ગોળીબાર, હુમલાખોર અને પોલીસ સહિત 6 લોકોના મોત…

Charotar Sandesh

કોરોના વાયરસના પહેલા દર્દીની સારવાર કરાઇ હતી તે હોસ્પિટલ પહોંચી WHOની ટીમ…

Charotar Sandesh