રેપરે છ દિવસ પહેલાં જ તેમનો જન્મદિવસ ઉજવ્યો હતો…
USA : જાણીતા હિપ હોપ સ્ટાર જ્યુસ વર્લ્ડનું નિધન થયું છે. તેઓ માત્ર 21 વર્ષનાં હતાં. મૃત્યુનું કારણ હજી સ્પષ્ટ થયું નથી. જ્યુસના અવસાન સાથે સંગીત ઉદ્યોગમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. સોશ્યલ મિડિયા પર તેમના ચાહકો આ સમાચાર સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા છે અને તેમના વતી શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
સમાચાર મુજબ રેપરે છ દિવસ પહેલાં જ તેમનો જન્મદિવસ ઉજવ્યો હતો. તેઓ જન્મદિવસની ઉજવણી માટે કેલિફોર્નિયાથી શિકાગોના મિડવે એરપોર્ટ જવા નીકળ્યા હતા.ત્યારે યાત્રા દરમિયાન તેમનું માનસિક સંતુલન ખોવાઈ ગયું હતું. ત્યાર બાદ તેમને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. શિકાગો પોલીસના પ્રવક્તાએ આ દુખદ સમાચારની પુષ્ટિ કરી છે. તેમણે એમ પણ કહ્યું કે તેમના મોતની તપાસ કરવામાં આવી રહી છે.
- Yash Patel