Charotar Sandesh
વર્લ્ડ

અમેરીકાના ન્યુજર્સી સ્ટેટના ગાર્ફીલ્ડ શહેર સ્થિત શિવશક્તિ સેન્ટરમાં ભક્તિભાવ પૂર્વક નવરાત્રી ઉત્સવની ઉજવણી…

USA : અમેરીકાના ન્યુજર્સી સ્ટેટના ગાર્ફીલ્ડ શહેર સ્થિત શિવશક્તિ સેન્ટરમાં ભક્તિભાવ પૂર્વક નવરાત્રી ઉત્સવની ઉજવણી કરવામાં આવી.
અમેરિકાના ન્યુજર્સી સ્ટેટના ગાર્ફીલ્ડ શહેરમાં આવેલ શિવશક્તિ સેન્ટરના બેલા ભુખણ હોલમાં નવરાત્રીની ઉજવણીના ભાગરૂપે નવરાત્રીના નવ દિવસ સુધી રાસ-ગરબાનું આયોજન સંસ્થાના પુજારી દિનેશ જાની અને જીજ્ઞાબેન જાનીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું.  રાસ-ગરબા ઉપરાંત સાતમના દિવસે જીજ્ઞાબેન જાનીના માર્ગદર્શન હેઠળ રીટાબેન ટેલર અને ગીતાબેન ફોફંડી દ્વારા આધ્યશક્તિ મા અંબેની આરતીની રચના અને અર્થ અંગે ભાવિક ભક્તોને જાણકારી આપતી નાટિકા રજુ  કરવામાં આવી. જેમાં યુએસના બાળકોએ ભક્તિ ભાવ પુર્વક ભાગ લીધો.
આઠમના દિવસે પેન્સિલ્વેનિયાના ભાવિક ભક્તો દ્વારા આનંદનો ગરબો અને સંસ્થા દ્વારા દુર્ગાષ્ટમીના હવનનું આયોજન કરવામાં આવ્યું. હવનમાં સૌ ઉપસ્થિત ભક્તોને પ્રસાદી પીરસાઇ. નવરાત્રીના નવ દિવસ દરમિયાન ડીજે માસ્ટર હેતલ ઠક્કરનાઓ દ્વારા સંગીત પીરસાયું. નવ દિવસ દરમ્યાન ભક્તો દ્વારા જુદા જુદા શણગાર સ્પોન્સર કરવામાં આવ્યા.  સમગ્ર નવરાત્રી દરમ્યાન પ્રમુખ ડો. શિરીષ પટેલ અને હસમુખભાઇ મોદી તેમજ શિવશક્તિ સેન્ટરના સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી.
  • Nilesh Patel – Yash Patel

Related posts

ઇન્ડિયન અમેરિકન એટીટ્યુડનો સર્વે : ટ્રમ્પને માત્ર ૨૨% ભારતીય અમેરિકન જ મત આપી શકે છે…

Charotar Sandesh

કોઈપણ પરિસ્થિતિમાં આજે જ કીવ છોડો : ભારતીય એમ્બેસીની કડક સલાહ

Charotar Sandesh

યુએઇમાં રાફેલ હતા ત્યાં ઇરાને મિસાઇલ હુમલો કરતાં ખળભળાટ…

Charotar Sandesh