Charotar Sandesh
ઈન્ડિયા

અયોધ્યા કેસ : સુપ્રિમ કોર્ટમાં ૧૪મા દિવસની સુનાવણી પૂર્ણ…

ત્રણ ગુંબજ ધરાવતી ઈમારત મસ્જિદ ન હતી : હિન્દુ પક્ષકાર

ન્યુ દિલ્હી,
સુપ્રીમ કોર્ટેમાં બુધવારે અયોધ્યા કેસમાં ૧૪મા દિવસે સુનાવમી પુરી થઈ ગઈ છે. રામજન્મભુમિ પુનરુદ્ધાર સમિતિએ પોતાની દલિલો રજુ કરતા જણાવ્યું કે, ત્રણ ગુંબજવાળી ઈમારત મસ્જિદ ન હતી. મસ્જિદમાં જે પ્રકારની વસ્તુઓ જરૂરી હોય છે તે પણ તેમાં ન હતી. સમિતિએ જણાવ્યું કે, આ વિવાદિત ઈમારતનું નિર્માણ કરનાર કોણ હતો તેના અંગે પણ આશંકા છે. મીર બાકી નામનો બાબરનો કોઈ સેનાપતિ ન હતો.
રામ જન્મભૂમિ પુનરોદ્ધાર સમિતિના વકીલ પી.એન. મિશ્રાએ પોતાની દલીલો રજુ કરતા ત્રણ પુસ્તકોનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ’આઈના-એ-અક્બરી’, ’હુમાયુનામા’માં બાબરી મસ્જિદના નિર્માણનો કોઈ ઉલ્લેખ નથી. ’તુર્ક-એ-જહાંગીરી’ પુસ્તકમાં પણ બાબરી મસ્જિદ અંગે કોઈ ઉલ્લેખ નથી. બાબર માત્ર એટલું જ જાણતો હતો કે આ જમીન વકફની છે.
પી.એન. મિશ્રાએ જણાવ્યું કે, નિકોલો મનુચીએ એક પુસ્તક લખ્યું હતું જે ઈટાલિયન ભાષામાં હતું અને તે ઔરંગઝેબનો કમાન્ડર હતો. સુપ્રીમ કોર્ટે પુછ્યું કે, શું ઔરંગઝેબનો કમાન્ડર ઈટાલિયન હતો? પી.એન. મિશ્રાએ જણાવ્યું કે, હા ઔરંગઝેબનો કમાન્ડર ઈટાલિયન હતો.
આ અગાઉ ૧૩ દિવસે નિર્મોહી અખાડાની દલીલો પુરી થયા બાદ રામ જન્મભુમિ પુનરુદ્ધાર સમિતિ તરફથી પી.એન. મિશ્રાએ પોતાનો પક્ષ રજુ કરવાનું શરૂ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, મંદિરને શિફ્ટ કરી શકાય નહીં, જેવી રીતે મક્કા અને મદીનાને શિફ્ટ કરી શકાય નહીં. તેમણે કહ્યું કે, હિન્દુઓ માટે એ બાબત મહત્વની નથી કે મંદિર બાબરે તોડી પાડ્યું હતું કે ઔરંગઝેબે. એ બાબત મુસ્લિમ પક્ષ માટે મહત્વ ધરાવે છે કે, બાબરે મસ્જિદનું નિર્માણ કેવી રીતે કરાવ્યું હતું?

Related posts

મોદી સરકાર ટૂંક સમયમાં આઇપીસી અને સીઆરપીસીમાં ફેરફાર કરશે : ગૃહમંત્રી

Charotar Sandesh

જો હિંમત હોય તો સીએમ યોગી ફિલ્મ સિટીને ઉત્તરપ્રદેશ લઇ જઈને દેખાડે : ઉદ્ધવ ઠાકરે

Charotar Sandesh

સત્તાના નશામાં મમતા દીદીએ લોકશાહીનું ગળુ દબાવી દીધુઃ મોદી

Charotar Sandesh