Charotar Sandesh
ઉત્તર ગુજરાત ગુજરાત

‘અલ્પેશ ઠાકોર ઠાકોર નથી, ઠાકોર એક વાર બોલે તો ફરી ન જાય… : પ્રતાપ ઠાકોરનો સનસનીખેજ આરોપ…

અલ્પેશ અંગત સ્વાર્થ માટે અહીંથી ત્યાં ભટકતો હોવાનો પ્રતાપ ઠાકોર નામના વ્યક્તિએ આક્ષેપ કર્યો…

પ્રતાપ ઠાકોરનો અલ્પેશ પર સનસનીખેજ આરોપ… અલ્પેશની સરખામણી શ્વાન સાથે કરી…

રાધનપુર : સોશિયલ મીડિયામાં અલ્પેશનો વીડિયો વાયરલ થયા બાદ ગુજરાતની રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. ફરી એકવખત રાધનપુર વિધાનસભાની ચૂંટણી પહેલા વધુ એક વીડિયો વાયરલ થયો છે. રાધનપુર વિધાનસભાની ચૂંટણીમાં વધુ એક વીડિયો વાયરલ થયો છે.
અલ્પેશ ઠાકોર સામે પ્રતાપ ઠાકોર નામના વ્યક્તિએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, અલ્પેશ અંગત સ્વાર્થ માટે અહીંથી ત્યાં ભટકતો હોવાનો આક્ષેપ કર્યો છે પ્રતાપ ઠાકોરના નિવેદન બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પ્રતાપ ઠાકોરે અલ્પેશની સરખામણી શ્વાન સાથે કરી મત ન આપવા અપીલ કરી હતી. ફરી એકવખત અલ્પેશનો બીજો એક વીડિયો વાયરલ થયા બાદ રાજકીય ગરમાવો આવી ગયો છે.
રાધનપુર વિધાનસભાની ચૂંટણી સમયે વધુ એક વિડીયો વાયરલ થતા જાણે એવું લાગે કે અલ્પેશને હરાવવા માટે અને તેની ઠાકોર સેનાની નજરમાં ભડકાવવાના પ્રયત્નો થઇ રહ્યા છે. પ્રતાપ ઠાકોરે અલ્પેશને આડે હાથ લેતા જણાવ્યું કે, અલ્પેશ રૂપિયા લઇને પાર્ટી બદલી રહ્યો છે. જેથી તેમણે સમાજના લોકોને અલ્પેશ ઠાકોરને મત ના આપવા અપીલ કરી હતી.
પ્રતાપસિંહે તો અલ્પેશને એટલે સુધી કહી દીધું કે, અલ્પેશ ઠાકોર ઠાકોર નથી, ઠાકોર એક વાર બોલે તો ફરી ન જાય. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયોએ ફરી એકવખત ગરમાવો લાવી દીધો છે.

Related posts

ગુજરાતમાં વરસાદે લીધો બ્રેક, રાજ્યમાં સરેરાશ ૪૪ ટકા વરસાદની ઘટ…

Charotar Sandesh

રૂપાણી સરકારનું રૂપાળુ પેકેજઃ ૧ લાખની લૉન માત્ર ૨ ટકાના દરે મળશે…

Charotar Sandesh

દુષ્કર્મનો આ૨ોપી પોલીસને જોઈ લાલપ૨ી તળાવમાં કુદી પડયો : જવાનોએ પણ ઝંપલાવીને પકડયો…

Charotar Sandesh