Charotar Sandesh
ઉત્તર ગુજરાત ગુજરાત

અલ્પેશ-ધવલસિંહને ચુંટણી ન લડવા દેવાની હાઈકોર્ટમાં રીટ…

અમદાવાદ : કોંગ્રેસમાંથી પક્ષપલ્ટો કરીને ભાજપમાં જોડાઇને વિધાનસભાની ટિકીટ મેળવનારા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા સામે વધુ એક રીટ હાઇકોર્ટમાં કરાઇ છે. જેમાં આગામી ૨૧મી ઓક્ટોબરના રોજ યોજાનારી વિધાનસભાની પેટા ચૂંટણી લડતા રોકવા માટે હાઇકોર્ટમાં દાદ મંગાઇ છે. તેના પર આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.
અરજદારે કરેલી રીટ અરજીમાં એવી રજૂઆત કરી છે કે, આ બંને ધારાસભ્યોએ તેમના મતદારો સાથે વિશ્વાસઘાત કર્યો હોવાથી તેમને ચુંટણી લડવા દેવા જોઇએ નહીં.
એટલું જ નહીં પરંતુ આ બંને વિરુધ્ધ હાઇકોર્ટમાં થયેલી રીટમાં વિધાનસભા અધ્યક્ષ બંને જણાં સામે થયેલી અરજીઓ અંગે નિર્ણય લેશે તેવી બાહેંધરી અપાઇ છે. ત્યારે જયાં સુધી વિધાનસભાના અધ્યક્ષ બંનેને યોગ્ય કે અયોગ્ય ઠેરવવા અંગેના કોઇ નિર્ણય ના કરે ત્યાં સુધી તેમને ચુંટણી લડવાની કોઇ સત્તા નથી.

Related posts

જ્યંતિ રવિની અધ્યક્ષતામાં કોવિડ હોસ્પિટલ મેનેજમેન્ટની વીડિયો કોન્ફરન્સ યોજાઇ…

Charotar Sandesh

ભરશિયાળે વરસાદી માહોલ : ડેડિયાપાડામાં ૨.૮૭ ઇંચ વરસાદ ખાબક્યો…

Charotar Sandesh

બોર્ડનાં પેપર ચેક કરતા શિક્ષકોને રોગપ્રતિકારક દવાઓનું વિતરણ કરતા શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો…

Charotar Sandesh