Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આંકલાવ-આણંદ રૂટ વચ્ચેની બસો સમયસર ન આવતાં વિદ્યાર્થીઓનો બસ રોકી હોબાળો…

આ રૂટ પર આંકલાવ-આણંદ વચ્ચે આવતી એસટી બસોમાં એકસ્ટ્રા બસો શરૂ કરવામાં આવે : વિદ્યાર્થીઓની માંગ…

આંકલાવ-આણંદ વચ્ચેની બસો યોગ્ય સમયસર ન આવતાં શહેરમાં આવતાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે.

જેથી આજરોજ આસોદર ચોકડી પાસે શાળા-કોલેજના વિદ્યાર્થીઓએ બસ રોકી ભારે હોબાળો મચાવ્યો હતો. તેમજ સાથે સાથે એસટી બસ હાય.. હાય… ના નારા સાથે વિરોધ કર્યાે હતો.

શાળા-કોલેજના વિદ્યાર્થીઓની માંગ છે કે, આ રૂટ પર આંકલાવ-આણંદ વચ્ચે આવતી એસટી બસોમાં એકસ્ટ્રા બસો શરૂ કરવામાં આવે. જા અમારી માંગણી પુરી નહીં કરાય તો અમે બસ રોકી વિરોધ કરીશું. આમ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Related posts

આણંદ જિલ્લામાં આજે વધુ ત્રણ રિપોર્ટ પોઝીટીવ નોંધાયા : એક દર્દીનું મોત નિપજ્યું…

Charotar Sandesh

પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલના બાળકો એ નેશનલ ડાન્સ ચેમ્પિયનશિપમાં ઐતિહાસિક સિદ્ધિ મેળવી

Charotar Sandesh

અડાસ ગામે શિક્ષકો અને ગ્રામજનોનો નવતર પ્રયોગ : પાંચ હજાર વૃક્ષો રોપણ કરવાનો નિર્ધાર…

Charotar Sandesh