Charotar Sandesh
ગુજરાત ચરોતર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત

આગામી 36 કલાકમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાત ઉપર અપર એક સાયકલોનિક સર્કયુલેશન સર્જાયું…

અમદાવાદ,

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અનેક શહેરોમાં વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહ્યું છે. ત્યારે આ વિસ્તારોમાં આગામી 36 કલાક સુધી ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે દર્શાવી છે.

હાલમાં દક્ષિણ ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં 3.1 કિલોમીટરની ઉંચાઇએ એક અપર એક સાયકલોનિક સર્કયુલેશન સર્જાયેલું છે. જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, તાપી, ડાંગ, નવસારી અને દમણ તથા દાદરાનગર હવેલીમાં કેટલાક સ્થળોએ અતિભારે વરસાદ વરસી શકે છે. ઉપરાંત અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતા છે. જ્યારે કે સૌરાષ્ટ્ર-કચ્છ તથા ઉત્તર ગુજરાતના અન્ય વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

Related posts

વડોદરા : બીલ ગામમાં જય રણછોડ ગ્રુપના સભ્યો ઈજાગ્રસ્ત ગાયની વ્હારે આવ્યા…

Charotar Sandesh

આણંદમાં હાઈવે ચક્કાજામ કરતાં પોલીસનો લાઠીચાર્જ, ગ્રામજનોએ પથ્થરમારો કરતાં ૮ કર્મી ઈજાગ્રસ્ત…

Charotar Sandesh

ટ્રમ્પની 3 કલાકની મુલાકાત 100 કરોડમાં પડશે : મોટાભાગનો ખર્ચ ગુજરાત સરકાર ભોગવશે…

Charotar Sandesh